Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

ભારતમાં કોરોના વકર્યો : કેસનો આંકડો 5 લાખને પાર પહોંચ્યો: છેલ્લા છ દિવસમાં નવા એક લાખ કેસ વધ્યા

રાત્રે 9-30 વાગ્યે દેશમાં કોરોનાના કુલ કેસ 5,07,795 થયા : એક્ટિવ કેસની સંખ્યા 1,96,450 થઇ :કુલ 2,95,608 દર્દીઓ રિકવર થયા : વધુ 374 લોકોના મોત સાથે મૃત્યુઆંક 15,682 થયો

 

નવી દિલ્હી : ભારતમાં કોરોનાનો કહેર વધ્યો છે આજે મોડીસાંજે દેશમાં કોરોના કેસનો આંકડો 5 લાખને પાર પહોંચ્યા બાદ રાત્રે 9-30 વાગ્યે દેશમાં કેસનો આંકડો 5 લાખને પાર પહોંચ્યો છે ગત શનિવારે ભારતમાં કોરોના કેસનો આંક 4 લાખને આબ્યા બાદ છેલ્લા દિવસમાં નવા એક લાખ કેસ વધ્યા છે 

  રાત્રે 9-30 વાગ્યે દેશમાં કોરોનાના કુલ કેસ 5,07,795 થયા છે જેમાં એક્ટિવ કેસની સંખ્યા 1,96,450 થઇ છે જયારે કુલ 2,95,608 દર્દીઓ રિકવર થયા છે  વધુ 374 લોકોના મોત સાથે મૃત્યુઆંક 15,682 થયો છે દેશમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં થયા છે મહારાષ્ટ્રમાં આજે નવા 5024 કેસ વધતા કુલ કેસની સંખ્યા 1,52,765 થઇ છે 

 

(10:08 pm IST)