Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

ગુજરાતમાં પેટ્રોલનો ભાવ લીટરે 80 રુપિયાએ આંબશે : એકધારો 20માં દિવસે વણથંભ્યો ભાવવધારો ઝીક્યો

દિલ્હીમાં ડીઝલની કિંમત 80.19 રૂપિયા પ્રતિ લિટર અને પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 80.13 રુપિય

નવી દિલ્હી : વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સામાન્ય તેજી વચ્ચે ફરી ઘરઆંગણે પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારો થયો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધરાનો આ સતત 20મો દિવસ છે ગુજરાતમાં પેટ્રોલ ડીઝલની કિંમતની કરીએ તો અમદાવાદ શહેરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 77.62 રૂપિયા અને ડીઝલની કિંમત પ્રતિ લિટર 77.52 રૂપિયા થઈ છે. જેથી જોવા જઈએ તો પેટ્રોલ અને ડીઝલની કિંમત લગભગ એકસમાન થઈ ગઈ છે. આ જ રીતે જો ભાવ વધતા રહેશે તો આગામી દિવસોમાં પેટ્રોલ 80 રુપિયાને આંબી જશે.

 દેશની રાજધાની દિલ્હીની તો અહીં પેટ્રોલ અને ડીઝલ બન્નેની કિંમત 80 રૂપિયાને પાર કરી ગઈ છે. આ ઉપરાંત ભારતીય ઇતિહાસમાં આવું પ્રથમ વખત બન્યું છે જ્યારે ડીઝલ પેટ્રોલ કરતાં મોંઘું બન્યું હોય. દિલ્હીમાં ડીઝલની કિંમત 80.19 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. જ્યારે પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 80.13 રુપિયા છે. જોકે હાલ આ સ્થિતિ માત્ર દિલ્હીમાં છે. દેશના અન્ય ભાગમાં હજુ પણ પેટ્રોલની સામે ડીઝલની કિંમત સસ્તી છે.

(12:00 am IST)