Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

ચીન સરહદે જવાનો તૈનાત પણ ભારત તેના પર હુમલો કરશે તેવો પાકિસ્તાનને ભય

POKની હોસ્પિટલોમાં સૈન્ય માટે 50% બેડ રિઝર્વ રાખવા જનરલ બાજવાએ પીઓકેના આરોગ્યમંત્રીને પત્ર લખ્યો

નવી દિલ્હી:લડાખ સરહદે ચીન સાથે તનાવ વધતા ભારતે પોતાના જવાનોની તહેનાતી વધારી તો પાકિસ્તાનને ટેન્શન થવા લાગ્યું છે કે ભારત ચીન સાથેના વિવાદની આડમાં તેના પર હુમલો કરી દેશે. આ ભયને પગલે પાકિસ્તાને POKની હોસ્પિટલોમાં તેના સૈન્ય માટે 50 ટકા બેડ રિઝર્વ રાખવા આદેશ આપી દીધો છે.પાકિસ્તાન સેનાના જનરલ કમર જાવીદે બાજવાએ પીઓકેના આરોગ્યમંત્રીને ત્યાંની હોસ્પિટલોમાં 50 ટકા બેડ અને 50 ટકા બ્લડ સપ્લાય પાક. સૈનિકો માટે રિઝર્વ રાખવાનું સુચન કર્યું છે. જ્યારે પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરૈશીનું કહેવું છે કે ચીન સાથે તનાવ વચ્ચે ભારત પાક. પર હુમલો કરી શકે છે.

જાણવા માળ્યુ છે કેજનરલ બાજવાએ પીઓકેના આરોગ્યમંત્રી ડૉ. મુહમ્મદ નજીબ નકી ખાનને એક પત્ર લખ્યો છે. તેમાં જણાવ્યું છે કે મહેરબાની કરીને આઝાદ જમ્મુ-કાશ્મીરની તમામ હોસ્પિટલોમાં 50 ટકા બ્લડ સપ્લાય પાક. સેના માટે રિઝર્વ રાખવામાં આવે. સાથે ઇમરજન્સીની સ્થિતિમાં બ્લ્ડ બેન્કમાં લોહીનો પુરતો જથ્થો રાખવામાં આવે

 બીજી બાજુ પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ ગુરુવારે જણાવ્યું હતું કે ભારત ચીન સાથેના તનાવને પગલે અમારા પર હુમલો કરી શકે છે. જો એવું થશે તો અમે પણ જવાબ આપીશું. તેના એક દિવસ પહેલાં જ ભારતે જાસૂસી મામલે પાકિસ્તાનને નવી દિલ્હી હાઇકમિશનમાંથી તેના 50 ટકા સ્ટાફને પાછો બોલાવી લેવા લેવા કહ્યું હતું. તેનાથી કુરૈશીએ નારાજગી દર્શાવી હતી. તેમણે જણાવ્યું હતુ કે ભારત અમારા દૂતાવાસના સ્ટાફને પરત મોકલશે તો અમે પણ ટીટ ફોર ટેટમાં તેના કર્મીઓને પાછા મોકલી દેશું.

(12:00 am IST)