Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

યુ.એસ.ના કેલિફોર્નિયામાં કોમ્પ્લેક્સ ઉપર ઇન્ડિયન અમેરિકન્સ વિરુદ્ધ વંશીય લખાણ : હેટ ક્રાઇમ તરીકે પોલીસ તપાસ ચાલુ

કેલિફોર્નિયા : યુ.એસ.ના કેલિફોર્નિયામાં આવેલા ફ્રૅમોન્ટ ખાતેના વર્ક સાઈટ કોમ્લેક્સ ઉપર કોઈ ઇન્ડિયન અમેરિકન્સ તથા મેક્સિકન અમેરિકન્સ વિરુદ્ધ વંશીય લખાણ લખી ગયું છે.જે બાબતને ગંભીરતાથી લઇ હેટ ક્રાઇમ તરીકે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા તપાસ ચાલુ કરી દેવાઈ છે.
આ કોમ્પ્લેક્સમાં મોટા ભાગના લોકો ઇન્ડિયન અમેરિકન્સ છે.જે કોમ્પ્લેક્સની  દીવાલ ઉપર spice india ,લખી સ્વસ્તિક દોરી તેના ઉપર પિછડો લગાવાયો છે.તથા white power  અને build the wall  જેવા લખાણો લખાયા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:01 pm IST)