Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

અભિનેતા આદિત્ય પંચોલી ફરી વિવાદમાં :મુંબઈની વર્સોવા પોલીસે નોંધી દુષ્કર્મની ફરિયાદ ; ખળભળાટ

એક મોટી અભિનેત્રીની ફરિયાદના આધારે આદિત્ય પંચોલી વિરુદ્ધ રેપ કેસ દાખલ

 

મુંબઈ ;બોલીવુડના અભિનેતા આદિત્ય પંચોલી ફરીવાર વિવાદમાં આવ્યા છે બોલીવુડની એક મોટી અભિનેત્રીની ફરિયાદના આધારે અભિનેતા આદિત્ય પંચોલી વિરુદ્ધ દુષ્કર્મનો  કેસ દાખલ કરાયો છે. અભિનેત્રી સાથે આદિત્ય લાંબા સમય સુધી રિલેશનમાં રહ્યા હતા અને છેલ્લા કેટલાક દિવસથી બંને વચ્ચે કોઇ વાતે તકરાર ચાલી રહી છે.

  પહેલા બોલીવૂડ એક્ટર શાઇની આહુજા, કરણ ઓબેરોય પર પણ રેપ કેસનો આરોપ લાગી ચૂક્યો છે. ત્યારબાદ હવે આદિત્ય પંચોલી વિરુદ્ધ પણ કેસ દાખલ થયો છે. અભિનેતા આલોકનાથ પર પણ રેપનો આરો લાગી ચૂક્યો છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા અભિનેતા આદિત્ય પંચોલી પર રેપ અને શોષણ જેવા ગંભીર આરોપ લગાવનારી એક્ટ્રેસ અને તેની બહેનને કોર્ટમાં રજૂ થવાનો આદેશ આપવામાં આવ્યો હતો. મામલે આદિત્યએ પોલીસમાં ફરિયાદ કરી અભિનેત્રી અને તેની બહેન પર ખોટા આરોપ લગાવવા અને ફસાવવાનો દાવો કર્યો હતો.

   બોલીવૂડની મોટી અભિનેત્રી અને તેની બહેનને અંધેરી કોર્ટે 26 જુલાઇએ કોર્ટમાં રજૂ થવાનો આદેશ આપવામાં આવ્યો છે. મામલે આદિત્યનું કહેવું હતું કે એક્ટ્રેસ તરફથી તેમને ધમકીઓ મળી રહી હતી. આદિત્યએ ધમકીનું સ્ટિંગ પણ બનાવ્યું હતું.

(12:32 am IST)