Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

બોમ્બની ધમકી મળ્યા બાદ એર ઈન્ડિયાના વિમાનનું બ્રિટનમાં ઈમરજન્સી લેન્ડિંગ

મુંબઈથી અમેરિકાના નેવાર્ક જઈ રહેલા પ્લેનની લંડન ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરાયું

મુંબઈ : એર ઈન્ડિયાના પ્લેનની બ્રિટનમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી. બોમ્બની ધમકી બાદ મુંબઈથી અમેરિકાના નેવાર્ક જઈ રહેલા પ્લેનની લંડન ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવી હતી.

  એર ઈન્ડિયાના પ્લેનના લેન્ડિંગ સમયે રોયલ એર ફોર્સના ટાઈફૂન ફાઈટર જેટ સાથે રહ્યા હતા. એર ઈન્ડિયાએ ટ્વિટ કરતા લખ્યું કે, એર ઈન્ડિયાની ફ્લાઈટ 191ને લંડનના સ્ટૈનસ્ટેડ એરપોર્ટ પર લેન્ડ કરાવવામાં આવી છે. અજાણ્યા ફોન કોલ પર પ્લેનને ઉડાવી દેવાની ધમકી મળી હતી.જોકે સંપૂર્ણ ચકાસણી બાદ વિમાને ફરીથી ઉડાન ભરી.

(7:20 pm IST)