Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

દેશના ટોચના અખબાર જૂથોને કરોડો- અબજોની કેન્દ્ર સરકારની જાહેરાતો બંધ કરવામાં આવીઃ ખળભળાટ મચાવતો અહેવાલ પ્રસિદ્ધ થયો

કેન્દ્ર સરકારે ધ ટાઈમ્સ જૂથ, ધ હિન્દુ અને ધ ટેલીગ્રાફ - બજાર પત્રિકા જૂથને કરોડો રૂપિયાની જાહેરાતો બંધ કરી દીધાનું પીગુરૂઝના અહેવાલમાં જણાવાયુ છે

સરકાર વિરૂદ્ધ નકારાત્મક રીપોર્ટીંગના પગલે આ પગલા લેવાનું મનાય છે. ધ હિન્દુને રાફેલ સોદા અંગે વિસ્ફોટજનક અહેવાલોના પગલે પણ આ પગલુ ભરાયાનું મનાય છે.

ટાઈમ્સ નાઉ, ટીવી ચેનલ અને મીરર નાઉને પણ આ જાહેરાતો બંધ કરવાનો હુકમ લાગુ પડ્યાનું આ અહેવાલમાં જણાવાયુ છે.

લોકસભાની ચૂંટણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિરૂદ્ધ સંખ્યાબંધ અહેવાલો પ્રસિદ્ધ થયા હતા તે વાત જાણીતી છે.

પીગુરૂઝનો અહેવાલ કહે છે કે દેશના આ ટોચના અખબાર ગૃહોએ આ અંગે હજુ કોઈ પ્રત્યાઘાતો આપ્યા નથી. દરમિયાન લોકસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ પ્રેસ સ્વાતંત્ર્યનું ગળુ ઘોટવાનો મોદી સરકાર બિનલોકશાહી ઢબે પ્રયાસ કરી રહ્યાના આક્ષેપો કરી રહ્યા હતા. તેમણે આરોપ મુકયો હતો કે ડીએવીપી જે કેન્દ્ર સરકારની જાહેરાતો અખબારોને આપે છે. તેમણે આ મોટા મીડીયા ગૃહોને જાહેરાતો બંધ કરી છે. તમામ અખબારોને કેન્દ્ર સરકારની આ આડકતરી ચીમકી હોવાનું પણ તેઓએ જણાવ્યુ છે.

(4:14 pm IST)