Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

હવે સોફટ ડ્રીંકસ માર્કેટનું કદ ૫૨૪૦૦ કરોડ સુધી પહોંચ્યુ

જયુસ માર્કેટનું કદ હાલમાં ૧૦૧૦૦ કરોડ પર :હાલમાં જ કરવામાં આવેલા અભ્યાસ બાદ આંકડા જારી

નવી દિલ્હી,તા.૨૭ હાલમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે દેશમાં જુદા જુદા પીણા અને ડ્રીંક્સ માટેના માર્કેટ કદમાં વધારો થઇ રહ્યો છે. સોફ્ટ ડ્રીંક્સની વાત કરવામાં આવે તો તેનુ માર્કેટ કદ પણ હાલમાં રોકેટ ગતિથી વધીને ૫૨૪૦૦ કરોડ સુધી પહોંચી ગયુ છે. આવી જ રીતે બિયરનુ માર્કેટ કદ ૪૬૦૦૦ કરોડ સુધી પહોંચી ગયુ છે. લિક્વિડ મિલ્કન વાત કરવામાં આવે તો તેનુ માર્કેટ કદ પણ હાલમાં વધી રહ્યુ છે. ચા, જ્યુસ અને કોફીના ક્ષેત્રમાં પણ હાલમાં આવી જ સ્થિતી રહી છે. બોટલમાં મળતા પાણીના માર્કેટનુ કદ પણ રોકેટ ગતિથી વધી રહ્યુ છે. આંકડામાં ઝડપી વધારો થશે.

કોનુ કેટલુ માર્કેટ કદ

         નવી દિલ્હી,તા. ૨૭    : દેશમાં હાલમાં અતિ ઝડપથી કોફી, બોટલમાં પાણી, જ્યુસ, લિક્વિડ અને અન્ય લોકપ્રિય  ચીજોનુ માર્કેટ કદ વધી રહ્યુ છે. કઇ ચીજનુ માર્કેટ કદ હાલમાં કેટલુ છે તે નીચે મુજબ છે.

કોફીનુ માર્કેટ કદ

૩૭૦૦ કરોડ

બોટલમાં પાણીનુ માર્કેટ કદ

૬૧૦૦ કરોડ

જ્યુસનુ માર્કેટ કદ

૧૦૧૦૦ કરોડ

ટી અથવા ચાનુ માર્કેટ કદ

૧૪૫૦૦ કરોડ

લિક્વિડ મિલ્કનુ માર્કેટ કદ

૩૦૦૦૦ કરોડ

બિયરનુ માર્કેટ કદ

૪૬૦૦૦ કરોડ

સોફ્ટ ડ્રિંક્સનુ માર્કેટ કદ

૫૨૪૦૦ કરોડ

(3:39 pm IST)