Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

રાજયસભામાં વડાપ્રધાન મોદીના વિપક્ષો પર ચાબખા

કોંગ્રેસ હારી ગઇ તો શું દેશ હારી ગયો ? કોંગ્રેસ વિજયને પચાવી નથી શકતી ને હારને સ્વીકારતી નથી

નવી દિલ્હી :  રાષ્ટ્રપતિ રામનાથ કોવિદના  અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર થયેલી ચર્ચા પછી વડા પ્રધાન મોદીએ મંગળવારે લોકસભામાં પોતાની વાત  કહી તો ગઇકાલે તેમણે રાજય સભામાં               સંબોધન  કર્યુ, વડાપ્રધાને રાયબરેલીથી  વાયનાડ સુેધી કોંગ્રેસને ઘેરતા કહ્યું કે કોંગ્રેસ હારવાનો અર્થ દેશ હાર્યો એવો ન થાય. મંગળવારે લોકસભાની જેમજ તેમણે બુધવારે રાજયસભામાં પણ સાયરી દ્વારા વિપક્ષ પર હુમલો કરતા કહયું 'ઉમ્રભર ગાલીબ યહી ભુલ કરતા રહા ધુલ ચહેરેપેથી, આઇના સાફ કરતા રહા', તેમણે  પોતાના ભાષણમાં  બીજીવાર દેશની સેવાનો મોકો આપવા બદલ દેશવાસીઓનો આભાર માન્યો હતો. તેમણે કહયું કે ,  ચુંટણી પ્રક્રિયામાં સુધારાઓ થતા હોય છે અને થવા જ જોઇએ તે અંગેની ચર્ચા ખુલ્લા દિલે થવી જોઇએ, પણ કોઇ ચર્ચા કર્યા વગર એવું કહી દેવું કે અમે એક દેશ એક ચુંટણીના પક્ષમાં નથી તે યોગ્ય ન કહેવાય.

વડા પ્રધાને વિપક્ષોને ઘેરતા કહયું હતું કે, આટલા મોટા જનાદેશ અંગે કેટલાક લોકોએ એવું કહયું કે તમે તો ચુંટણી જીતી ગયા પણ દેશ હારી ગયો, મારૂ માનવું છે કે દેશની જનતાનું આનાથી મોટુ અપમાન ન હોઇ શકે હું પુછવા માંગુ છુ કે શું ાવાયનાડ કે રાયબરેલીમાં દેશ હારી ગયો ? શું કોંગ્રેસ હારે એટલે દેશ હારી ગયો ? અહંકારની પણ એક લીમીટ હોવી જોઇએ પપ-ં૬૦ વર્ષ સુધી જે પક્ષે રાજ કર્યુ તેને ૧૭ રાજયોમાં એક બેઠક પણ ન મળી એટલે દેશ હારી ગયો ? કોંગ્રેસની તકલીફ જ છે કે તે જીતને પચાવી નથી શકતી અને હારનો સ્વીકાર તેનાથી થતો નથી.

તેમણે કોંગ્રેસ પર હુમલો કરતા કહયું કે, ઇવીએમ સામે આખુ વાતાવરણ ઉભુ કરવામાં આવ્યું હતું અમને પણ એવુ લાગવા લાગ્યું હતું કે કંઇક તો ગડબડ હશે, પણ વીવીપેટે ઇવીએમની તાકાત વધારી છે. જયારે પોતાના પર વિશ્વાસ ન હોય ત્યારે પછી બહાનાઓ શોધવા પડે છે. વિપક્ષો દરેક બાબતે નાકારાત્મકતા બતાવે છે. અમે પણ કયારેક લોકસભામાં ૨ સભ્યો જ રહયા હતા. અમને ૨ કે ૩ કહીને અમારી મજાક પણ કરવામાં આવતી હતી, પણ અમને કાર્યકરો પર વિશ્વાસ હતો, દેશની પ્રજા પર વિશ્વાસ હતો. અમારા પરિશ્રમ કરવાની ત્રેવડ હતી અને તેનાથી અમે ફરીથી પક્ષને ઉભો કર્યો હતો અમે ઇવીએમનો વાંક ન હોતો કાઢયો.

(3:25 pm IST)