Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

રાજસ્થાન સરકારનો મોટો નિર્ણંય : પુલવામાં હુમલામાં શહીદોના પરિવારને આપશે આવાસ

રાજસ્થાનની સરકારની કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય

રાજસ્થાનમાં ગહલોત સરકારે પુલવામા આતંકવાદી હુમલામાં શહીદોના પરિવારોને આવાસ આપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય રાજસ્થાનની સરકારની કેબિનેટમાં લેવામાં આવ્યો છે.

જમ્મૂ-કશ્મીરના પુલવામામાં થયેલ આતંકવાદી હુમલામાં કમાન્ડર જિતેન્દ્ર સિંહ, નાયક સૂબેદાર આરામ સિંહ ગુર્જર અને હોશિયાર સિંહ યાદવ શહીદ થયા હતા. આ આવાસ તેમના પરિવારને આપવામાં આવશે.

આ મિટિંગ બાદ મુખ્યમંત્રી અશોક ગહલોતે તેમના ટ્વિટર અકાઉન્ટમાંથી માહિતી આપતી ટ્વિટ કરી હતી કે, મંત્રીમંડળે જમ્મી-કશ્મીરમાં શહીદ કમાન્ડર શ્રી જિતેન્દ્ર સિંહ અને શહીદ નાયબ સૂબેદાર શ્રી આરામ સિંહ ગુર્જર અને નક્સલિયો વિરૂદ્ધની કાર્યવાહીમાં શહીદ શ્રી હોશિયાર સિંહ યાદવના પરિવારને તેમના વિકલ્પ અનુસાર રાજાસ્થાન આવાસન મંડળનું આવાસ આપવાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે.

(1:29 pm IST)