Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

અંબાલામાં પક્ષી સાથે ટકરાયા બાદ વાયુસેનાના 'જગુઆર'નું ઇમરજન્સી લેન્ડિંગ

આ દુર્ઘટનામાં જાનહાની કોઇ અહેવાલ નથી : ઘર પર પડ્યો કાટમાળ

નવી દિલ્હી, તા. ર૭ : ભારતીય વાયુસેસનાનું જગુઆર વિમાન ગુરૂવારના રોજ સવારે દૂર્દ્યટનાગ્રસ્ત થતાં બચી ગયું. ઉડાન ભર્યા બાદ થોડા સમયમાં વિમાન સાથે પક્ષી ટકરાયું. જેના કારણે વિમાનનું એન્જીનમાં ખામી સર્જાઇ હતી. જો કે આ દૂર્દ્યટનામાં કોઇ જાનહાની થયાના કોઇ અહેવાલ પ્રાપ્ત થયા નથી.

જગુઆરના વિમાનના પાઇલટે પોતાની સમજણ આપતાં વિમાનમાં લાગેલા વધારાના ફ્યૂલ ટેન્ક અને ટ્રેનિંગ બોમ્બને નીચે પાડી દીધી. ત્યારબાદ જગુઆર વિમાનનું અંબાલા એરફોર્સ બેઝ પર ઇમરજન્સી સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું. જગુઆર વિમાનમાંથી પાઇલટે ફેંકેલ ફ્યૂલ ટેન્ક અને ટ્રેનિંગ બોમ્બને જપ્ત કરી કરી લેવામાં આવ્યાં છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ ૮ જૂનના રોજ ગોવા એરપોર્ટ પર ભારતીય નૌ-સેનાનું મિગ   વિમાનથી પડી ગયેલ ફ્યૂલ ટેન્કના કારણે કેટલાક સમય માટે વિમાનનું ઓપરેટિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું. જો કે તે સમયે જણાવામાં આવ્યું હતું કે ઉડાન ભરવા દરમિયાન ટેકનિકલ ક્ષતિના કારણે પાઇલટને ફ્યૂલ ટેન્કને નીચે પાડી દેવું પડ્યું હતું. જો કે ગુજરાતના કચ્છ જિલ્લામાં પણ જગુઆર વિમાન દૂર્દ્યટનાગ્રસ્ત થયું હતું. જેને જામનગરથી ઉડાન ભરી હતી. આ દૂર્દ્યટનામાં પાયલટ સંજય ચૌહાણ શહીદ થયા હતા.

દરેક વિમાનમાં ફ્યૂલ ભરવાની એક નિશ્યિત ક્ષમતા હોય છે. તેની તે ક્ષમતામાં વધારો કરવા માટે વિમાનમાં બહારથી વધારાની ફ્યૂલ ટેન્ક (ડ્રોપ ટેન્ક) સાથે રાખવામાં આવે છે. જેના કારણે વિમાનના ઉડાન ભરવાની ક્ષમતામાં વૃધ્ધિ થાય છે. ઇમરજન્સી સ્થિતિમાં પાઇલટ જયારે ઇચ્છે ત્યારે વધારાના ફ્યૂલ ટેન્કને વિમાનથી અલગ કરી શકે છે.

જો કે સૂત્રોને મળતી જાણકારી મુજબ અંબાલા એરફોર્સ સ્ટેશનની દિવાલ પર તેજ ધમાકા સાથે એરફોર્સનું જગુઆર વિમાનનો મલબો પડ્યો હોવાની જાણકારી સામે આવી રહી છે. અંબાલા શહેરના રહેણાંક વિસ્તારમાં બલદેવ નગર પાસે સ્થિત એરફોર્સ સ્ટેશનની દિવાલ સાથે ટકરાયાં બાદ વિમાનનો કેટલોક ભાગ પડ્યો.

(1:14 pm IST)