Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

દીકરાની કરતૂતના સવાલ પર ભડક્યા ભાજપ નેતા વિજયવર્ગીય : પત્રકારોને કહ્યું તમારી ઔકાત શું છે ?

ભાજપા ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયએ ક્રિકેટ બેટથી નગર નિગમ અધિકારીની પીટાઈ કરી હતી

મધ્યપ્રદેશના ઇન્દોરમાં કૈલાશ વિજયવર્ગીયના દીકરા અને ભાજપા વિધાયક આકાશ વિજયવર્ગીયએ ક્રિકેટ બેટથી નગર નિગમ અધિકારીની  પીટાઈ કરી નાખી હતી  વિધાયક દીકરાની આ કરતૂત પર તેમના પિતા અને ભાજપના વરિષ્ઠ નેતા કૈલાશ વિજયવર્ગીયને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેઓ ગુસ્સે થઇ ગયા પહેલા તો તેમને કહ્યું કે તેમનો દીકરો ખોટું કામ નહીં કરી શકે પરંતુ જયારે વીડિયો વિશે જણાવવામાં આવ્યું ત્યારે ભાજપા નેતા પત્રકાર પર ગુસ્સે થઇ ગયા.

આકાશ વિજયવર્ગીય ઘ્વારા નગર નિગમ અધિકારીને બેટથી મારવાના મામલે જયારે પત્રકારે કૈલાશ વિજયવર્ગીયને પૂછ્યું કે વીડિયોમાં જોઈ શકાય છે કે તેમનો દીકરો આકાશ અધિકારીની પીટાઈ કરી રહ્યો છે. તેના પર તેઓ ગુસ્સે થઇ ગયા અને કહ્યું કે તમે જજ છો? પત્રકારના વારંવાર સવાલ પૂછવા પર કૈલાશ વિજયવર્ગીયએ ગુસ્સે થઈને કહ્યું કે, તમારી ઔકાત શુ છે?

(12:46 pm IST)