Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

ગોંડલના ગ્રામ્ય વિસ્તારોમાં તોફાની ૮ ઇંચ વરસાદ

વાડી-ખેતરો ધોવાયાઃ નદી-નાળામા ઘોડાપુરઃ બગસરા-૩, સાવરકુંડલા-બાબરા-પાલીતાણા-ગોંડલ-વિસાવદરમાં ર ઇંચઃ દેરડી (કુંભાજી), રાણસીકી, વિંઝીવડમાં દોઢ, કાલાવડ-લાલપુર- સુત્રાપાડામાં ૧ ઇંચ વરસાદ ખાબકયો

ગોંડલનાં ગ્રામ્ય વિસ્તારોમાં કાલે ધોધમાર વરસાદ વરસતા સર્વત્ર પાણી પાણી થઇ ગયુ છે નદી - નાળા છલકાઇ ગયા છે. અને વાડી, ખેતરો ધોવાયા છે જે તસ્વીરોમાં નજરે પડે છે. છેલ્લી તસ્વીરમાં ગારીયાધારમાં વરસતો વરસાદ નજરે પડે છે. (તસ્વીર :- નરેશ શેખલીયા, ભાવેશ ભોજાણી (ગોંડલ), ચિરાગ ચાવડા-ગારીયાધાર) 

રાજકોટ તા.૨૭: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસાનો માહોલ બરાબરનો જામ્યો છે આવા માહોલ વચ્ચે ગઇકાલ મોડી સાંજથી રાત્રી સુધીમાં ગોંડલના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ મેઘમહેર કરતા ૮ ઇંચ જેટલો વરસાદ વરસતા ખેડૂતોએ વાવણી કરેલ વાડી-ખેતરો ધોવાઇ ગયા છે.

ગોંડલ

ગોંડલઃ ગઇકાલે સાંજથી મેઘાવી માહોલ વચ્ચે ગોંડલમા ર ઇંચ વરસાદ પડ્યો હતો જયારે ગ્રામ્ય વિસ્તારોના દેરડી (કુંભાજી) રાણસીકીં, સખપર, વિંઝીવડ મા દોઢ ઇંચ તથા વાડી વિસ્તારોમાં ૭ થી ૮ ઇંચ જેટલો વરસાદ પડતા નદી નાળામા ઘોડાપુર આવ્યા છે.

ગ્રામ્ય વિસ્તારોમાં ખેડુતોએ વાવણી કાર્ય બાદ તોફાની વરસાદ વરસતા બિયારણ સાથેનો પાક ધોવાઇ ગયો છે.

વાડી ખેતરોમાં ધોધમાર વરસાદથી વાડી-ખેતરોમા પાણી ભરાઇ જતા પાળા પણ ધોવાઇ ગયા છે.

ખેડૂતોનુ કહેવુ  છે કે, ૪ વર્ષ પહેલા જળ પ્રલયમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો તેવો વરસાદ તૂટી પડ્યો હતો આ વરસાદ વધુ સમય વરસ્યો હોત તો વધુ ખાના ખરાબી સર્જાત.

દેરડી

(કુંભાજી) રાણસીકીની સીમ ખઆંભા સીમ વિસ્તારોમાં વરસાદથી ભારે નુકશાન થયુ છે.

આ ઉપરાંત અમરેલી જીલ્લાના બગસરામા ૩ ઇંચ, સાવરકુંડલા અને બાબરામા ૨ ઇંચ, ગોંડલ ૨ ઇંચ પાલીતાણા ૨ ઇંચ, વિસાવદરમા પણ બે ઇંચ વરસાદ પડ્યો છે.

જયારે કાલાવડ-લાલપુર સુત્રાપાડામા એક-એક ઇંચ વરસાદ પડ્યો છે.

આજે સવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમા ધુપ-છાંવનો માહોલ છવાયેલો છે.

જામકંડોરણા

 જામકંડોરણાઃ તાલુકાના રાજપરા, દડવી, સાતોદડ, કાનાવડાળા ગામોમાં કાલે અસહ્ય ઉકળાટ અને બફારા બાદ કાલે બપોર પછી વરસાદ પડ્યો હતો આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આ વરસાદથી ખેડુતોમાં આનંદની લાગણી છવાઇ હતી.

જામનગર

 જામનગરઃ આજનું હવામાન ૩૬.૫ મહતમ, ૨૮.૫ લઘુતમ, ૮૧ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૨.૨ પ્રતિ કલાક પવનની ગતિ છેલ્લા ૨૪ કલાકમાં લાલપુર-૨૪ મીમી, કાલાવડ-૨૭ મીમી વરસાદ પડ્યો છે.

ગારીયાધાર

 ગારીયાધારઃ શહેર ઉપલેટા,વિરડી, બેલા, નવાગામ, રૂપપાટી,વદર, સુખપર, પરવડી અને નીનીવાવડી સહિતના તમામ ગામોમાં આજે સવારથી ૪ અસહ્ય બફારા બાદ બપોરે ૩:૩૦ કલાકના અરસામાં પ્રથમ દાબડીયા વરસાદ બાદ એકાએક સુપડાની ધારે વરસાદ વરસી ગયો હતો.

જેમાં સમગ્ર પંથક અને શહેરમાં સતત ૧ કલાક વરસેલા વરસાદમાં ગ્રામ્ય પીએચસી સેન્ટરો, સેતુંજી ફ્રિઝ ચાને ગૌશાળાઓમાં ૧ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જયારે મામલતદાર કચેરી ખાતે માત્ર ૧૨ મીમી એટલે કે અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો.

છેલ્લા ૨૪ કલાકમા પડેલ વરસાદના આંકડા નીચે મુજબ છે.

અમરેલી

 

અમરેલી

૧૮ મીમી

બાબરા

૪૨ મીમી

બગસરા

૭૦ મીમી

લાઠી

૮ મીમી

સાવરકુંડલા

૫૪ મીમી

રાજકોટ

 

ગોંડલ

૫૧ મીમી

રાજકોટ

૧૦ મીમી

ભાવનગર

 

પાલીતાણા

૫૫ મીમી

ગારીયાધાર

૧૮ મીમી

ભાવનગર

૧ મીમી

વલ્લભીપુર

૨ મીમી

જુનાગઢ

 

વિસાવદર

૪૫ મીમી

જામનગર

 

કાલાવાડ

૨૭ મીમી

લાલપુર

૨૪ મીમી

ગીર સોમનાથ

 

તાલાલા

૯ મીમી

સુત્રાપાડા

૨૪ મીમી

ગીરગઢડા

૧૪ મીમી

સુરેન્દ્રનગર

 

ચોટીલા

૨૧ મીમી

પાટડી

૨ મીમી

થાનગઢ

૭ મીમી

લીંબડી

૪ મીમી

મુળી

૭ મીમી

સાયલા

૧૬ મીમી

વઢવાણ

૧૮ મીમી

કચ્છ

 

ભુજ

૪ મીમી

ભચાઉ

૧૬ મીમી .

(3:16 pm IST)