Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

એટલાન્ટિકનું તોફાન લાવશે ઇંધણના ભાવમાં ભડકો

જુનથી નવેમ્બર સુધી તોફાની હવામાન રહેશે : સપ્લાય ચેઇન ખોરવાય તેવી શકયતા

નવી દિલ્હી તા. ૨૭ : જયારે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું દેશના મોટા ભાગમાં નુકસાન પહોંચાડી રહ્યું છે ત્યારે શું તમારે એટલાન્ટિક મહાસાગરમાં આવતા તોફાનની ચાલ પર નજર રાખવી જોઇએ? ગયા વર્ષે જે થયું તેને જોતા ચોક્કસ, તમારે તમારા ઇંધણ પર થઇ રહેલા ખર્ચની ચિંતા કરવી જોઇએ. એટલાન્ટિક મહાસાગર, કેરેબિયન સમુદ્ર અને મેકિસકોની ખાડીવાળા વિસ્તાર એટલાન્ટિક બેઝિનમાં સત્ત્।ાવાર રીતે તોફાની મોસમ જૂનથી શરૂ થઇ નવેમ્બર સુધી રહે છે. આમ તો ઘાતક તોફાન ગમે ત્યારે દસ્તક દઇ શકે છે પરંતુ પીક સીઝન મધ્ય ઓગસ્ટથી ઓકટોબરના અંત સુધીનો હોય છે.

સરકારે ઇરાન પર લાગેલા અમેરિકન પ્રતિબંધો અને વેનેઝુએલાની તરફથી તેલ ઉત્પાદનમાં ઘટાડાથી પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા પર લોકોની અંદર ઉઠેલા તોફાનને તો શાંત કરવામાં કદાચ સફળ રહ્યું, પરંતુ અમેરિકાના ખાડી તટમાંથી ઉઠેલા તોફાનનો તો તેને ફરી એકવખત સામનો કરવો પડી શકે છે. ગયા વર્ષે સપ્ટેમ્બર-ઓકટોબર મહિનામાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાન પર પહોંચી ગયા હતા જયારે ઓગસ્ટના અંત અને સપ્ટેમ્બરની શરૂઆતમાં હરિકેન હાર્વી અને ઇરમા તેજીથી અમેરિકાના ખાડી તટ પર અથડાયા હતા. પરંતુ અમેરિકામાં ઉઠનાર આ તોફાનો અને ભારતમાં તેલના ભાવની વચ્ચે શું સંબંધ છે?

વાત એમ છે કે ક્રૂડ તેલ અને રિફાઇન્ડ પ્રોડકટનો વૈશ્વિક વેપાર પરસ્પર જોડાયેલો છે. જયારે બે તોફાનોથી ખાડી તટ સ્થિત અમેરિકાની રિફાઇનિંગ કેપેસિટીનો એક ચતુર્થાંશ ભાગ પ્રભાવિત થઇ ગયો તો પ્રોડેકટના આખા ઇન્ફ્રાસ્ટ્રકચર પર અસર પડી.

સમાચાર એજન્સી રોયટર્સના મતે અમેરિકાની પાસે વાહનોમાં ઉપયોગ થનાર ૨૦ કરોડ બેરલ ઇંધણનો ભંડાર છે. તેનાથી અમેરિકામાં ત્રણ સપ્તાહ સુધી વાહનોના પૈડા ફરતા રહી શકે છે પરંતુ આ ભંડાર પેટ્રોલ પંપોથી ખૂબ દૂર ટેન્ક ફાર્મ્સમાં છે. તેનાથી જમીની સ્તર પર ઇંધણમાં ઘટાડો થયો. રિફાઇનરીઓમાં કામકાજ શરૂ થવામાં મોડું થવાથી ઇંધણનું સંકટ વધુ ઘેરાયું. જો કે ફરીથી સંચાલનમાં આવ્યા બાદ પણ રિફાઇનરીઓમાં ક્ષમતા કરતાં ઓછું ઉત્પાદન થયું હતું.

એટલું જ નહીં અમેરિકાને પેટ્રોલ-ડીઝલની આયાત કરવી પડી. હવે જયારે અમેરિકા અને ઇંધણ માટે તેના પર નિર્ભર પાડોશી દેશોને જરૂરી માત્રામાં ઇંધણના પુરવઠા માટે આંતરરાષ્ટ્રીય બજાર પર નિર્ભર રહેવું પડ્યું તો પેટ્રોલ-ડીઝલના ભાવ દુનિયાભરમાં વધી ગયા. એટલે સુદ્ઘાં કે અમેરિકન શેર બજારમાં પણ ઇંધણના ભાવ વધી ગયા.

આ બધાની અસર ભારતીય બજાર પર પણ જોવા મળી. કારણ કે ભારતમાં ઇંધણના ભાવ નક્કી કરવાની પદ્ઘતિ આંતરરાષ્ટ્રીય ભાવ અને રૂપિયા-ડોલરના એકસચેન્જ રેટ પર નિર્ભર છે. આથી પેટ્રોલ-ડીઝલના ભાવ વધવા શકય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં વોલેટાલિટીની અસર ભારતીય બજાર પર પણ પડે છે. કારણ કે બે મહિના પહેલાં જ સરકારી પેટ્રોલ પંપોએ પાક્ષિકની જગ્યાએ દરરોજ ફેરફાર કરવાનો નિયમ લાગૂ કરી દીધો.(૨૧.૨૦)

(3:53 pm IST)