Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

પહેલી જુલાઇને GST-DAY તરીકે ઊજવવાનો અને ભવ્ય કાર્યક્રમ યોજવાનો સરકારનો નિર્ણય

નવીદિલ્હી તા ૨૭ : ગુડ્સ એન્ડ સર્વિસસ ટેકસ(GST) નો અમલ થયાને આ પહેલી જુલાઇએ એક વર્ષ પુરૂ થઇ રહ્યું હોવાથી સરકાર એની ઊજવણી માટે મોટા પાયે કાર્યક્રમનું આયોજન કરવા માગે છે. એમા ઓૈદ્યોગિક સંગઠનો, વેપારીઓ, કરવેરાનાઅધિકારીઓ તથા કાર્યકારી નાંણાપ્રધાન પીયુષ ગોયલ સહભાગી થશે.અત્યારે બીમારીમાંથી સાજા થઇ રહેલા નાંણાપ્રધાન અરૂણ જેટલી વિડીયો-કોન્ફરન્સિંગ મારયત આ કાર્યક્રમમાં સંબોધન કરશે.

સુત્રોએ જણાવ્યા મુજબ સરકારે પહેલી જુલાઇને (GST-DAY ) તરીકે ઊજવવાનું નક્કી કર્યુ છે. દેશના પાટનગરમાં નવા બંધાયેલા આંબેડકર ભવનમાં ઉકત કાર્યક્રમ યોજાશે.

સ્વતંત્ર ભારતમાં પહેલીવાર કરમાળખા માં ધરમૂળથી ફેરફાર કરીને GST નો અમલ કરવામાં આવ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ ૩૦ જુનની મધરાતે સંસદના સેન્ટ્રલ હોલમાં આ કરવેરાનો અમલ જાહેર કર્યો હતો.

વન નેશન વન ટેકસ સુત્ર હેઠળ ડઝનેક કરવેરાના સ્થાનેGST લવાયો છે

(11:24 am IST)