Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

વિજય માલ્યાનો મોદીને પત્રઃ બેંકોના પૈસા ચુકવવા તૈયાર છું: મને બેંક ડીફોલ્ટરનો પોસ્ટર બોય બનાવી દેવામાં આવ્યો છે

નવી દિલ્હીઃ ભાગેડુ વિજય માલ્યાએ કહ્યુ છે કે, હું બેંકોના પૈસા ચુકવવા માટે તૈયાર છું, તેણે કહ્યુ છે કે બેંકો સાથેનો કેસ પતાવવા મેં સંભવ પ્રયાસ કર્યો છે અને ચાલુ રાખીશઃ મને બેંક સાથે ફ્રોડ કરનાર પોસ્ટર બોય તરીકે ચીતરવામાં આવી રહ્યો છે, માલ્યાએ ૧૫ એપ્રિલ ૨૦૧૬ના રોજ પીએમ મોદી અને નાણામંત્રી જેટલીને લખેલો પત્ર જાહેર કર્યો છે, માલ્યાએ કહ્યુ છે કે બન્નેમાંથી કોઈએ મને જવાબ આપ્યો નથીઃ માલ્યા પાસે ૧૭ બેંકો ૮૧૯૧ કરોડ માગી રહી છે, વિજય માલ્યા ૨૦૧૬થી બ્રિટનમાં છુપાયો છે, તે કહે છે કે, બેંકોના દાવા વ્યાજની રકમને લઈને છે, લોનની રીકવરી સિવીલ મેટર છે છતાં મારી વિરૃદ્ધ ગુન્હાહીત કેસ નોંધવામાં આવ્યો છે

(12:00 am IST)