Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

નરેન્‍દ્રભાઈના નેતૃત્‍વમાં નીતિ આયોગની બેઠક શરૂ : ૮ રાજયના મુખ્‍યમંત્રીઓ હાજર

નવી દિલ્‍હી : વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વમાં નીતિ આયોગની બેઠક શરૂ થઈ છે. તેમાં ૮ રાજયના મુખ્‍યમંત્રીઓ ગેરહાજર છે.

બિહારના મુખ્‍યમંત્રી નીતિશ કુમાર, તેલંગાણાના મુખ્‍યમંત્રી કે ચંદ્રશેખર રાવ, દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલ, પ?મિ બંગાળના મુખ્‍યમંત્રી મમતા બેનર્જી અને પંજાબના મુખ્‍યમંત્રી ભગવંત માન બેઠકથી દૂર રહ્યા છે. રાજસ્‍થાનના મુખ્‍યમંત્રી અશોક ગેહલોત અને કેરળના મુખ્‍યમંત્રી પિનરાઈ વિજયન, કર્ણાટકના નવા મુખ્‍યમંત્રી સિદ્ધારમૈયા પણ બેઠકમાં ભાગ લઈ રહ્યા નથી. જો કે કોંગ્રેસ શાસિત રાજ્‍યોમાં છત્તીસગઢના મુખ્‍યમંત્રી ભૂપેશ બઘેલ અને હિમાચલ પ્રદેશના મુખ્‍યમંત્રી સુખવિંદર સિંહ સુખુ બેઠકમાં હાજરી આપી રહ્યા છે.

દિવસભર ચાલેલી બેઠકમાં ૮ ચોક્કસ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી રહેલ છે. તેમાં ૨૦૪૭માં વિકસિત ભારત, MSMEs, માળખાકીય સુવિધાઓ અને રોકાણ પર ભાર, અનુપાલન ઘટાડવા, મહિલા સશક્‍તિકરણ, આરોગ્‍ય અને પોષણ, કૌશલ્‍ય વિકાસ અને સામાજિક માળખાકીય સુવિધાઓ અને ક્ષેત્રના વિકાસ માટે ગતિનો સમાવેશ થાય છે. આ બેઠકમાં રાજ્‍યો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોના મુખ્‍યમંત્રી અને લેફ્‌ટનન્‍ટ ગવર્નર ભાગ લઈ રહ્યા છે.

સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર સૌથી વધુ વસ્‍તી ધરાવતો દેશ અને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્‍યવસ્‍થા તરીકે, ભારત આર્થિક વિકાસના માર્ગ પર છે જ્‍યાંથી તે આગામી ૨૫ વર્ષોમાં વધુ ઝડપી વળદ્ધિ હાંસલ કરી શકે છે. ૮મી ગર્વનિંગ કાઉન્‍સિલની બેઠકમાં ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત માટે આવો રોડમેપ બનાવવા પર ચર્ચા થશે, જેમાં કેન્‍દ્ર અને રાજ્‍યો ટીમ ઈન્‍ડિયા તરીકે સાથે મળીને કામ કરી શકે

(12:17 pm IST)