Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

તેલંગાણામાં ત્રણ વર્ષનો બાળક 120 ફૂટ ઉંડા બોરવેલમાં પડી ગયો : રેસ્ક્યૂ ઑપરેશન શરૂ

બે જેસીબી કાર્યરત : વિશેષ બચાવ ટીમો હૈદરાબાદથી મંગાવી

હૈદરાબાદ: તેલંગાણાના મેડક જિલ્લામાં પોધનચલ્લી ગામે 3 વર્ષીય બાળક સાઇ વર્ધન ત્યજી દેવાયેલા 120 ફૂટ બોરવેલમાં લપસી ગયો હતો.બોરવેલને ખેતીમાં પાણીની જરૂરિયાત માટે  120 ફૂટ સુધી ઉંડો ખોદવામાં આવ્યો હતો.ખેડૂત ગોવર્ધને પાણી ન મળતા તેના આસપાસનો વિસ્તાર સુરક્ષિત કર્યા વિના બોરવેલને છોડી દીધો હતો. ગોવર્ધન તે 3 વર્ષના છોકરાનો પિતા છે જે બોરવેલમાં લપસી ગયો છે.

 

 સાંઇ વર્ધન તેના માતાપિતા સાથે થોડા દિવસ પહેલા લોકડાઉન રજા હોવાને કારણે તેની દાદીના ઘરે આવ્યો હતો. દુર્ભાગ્યે, તે બોરવેલની બાજુમાં રમી રહ્યો હતો ત્યારે તે બોરવેલમાં પડી ગયો હતો. સાઇવર્ધનની માતા નવનીથાએ જણાવ્યું કે 'અમે આજે સવારે બોરવેલ ખોદવા માટે આવ્યા હતા. પરંતુ પાણી ન નીકળતા અમે એને એમ જ ખૂલ્લો રાખી દીધો હતો. અમે ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે અમારી નજરની બહાર સાઈ તેમાં લપસી ગયો હતો.
આ મામલે એસપી ચંદા દિપ્તીએ  જણાવ્યું હતું કે બે જેસીબી કાર્યરત છે અને વિશેષ બચાવ ટીમો હૈદરાબાદથી રસ્તે આવી રહી છે. અમને જોવા મળ્યું કે બોરવેલની ઉંડાઈ 120 ફુટ છે. અમે બોરવેલમાં ઓક્સિજન મોકલી રહ્યા છીએ, અને અમે બોરવેલમાં કેમેરો મોકલીને બાળકની ગતિવિધિઓ પર નજર રાખીશું.

(11:31 pm IST)