Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

કોરોના વાયરસ 20 ફૂટ સુધી અસર કરે : છ ફૂટનું સોશિયલ ડિસ્ટેન્સિંગ પૂરતું નથી

કોરોના વાયરસ સરદી અને ભેજવાળા વાતાવરણમાં ત્રણ ગણી સ્પીડે ફેલાય

કોરોના વાયરસની સંક્રમણ ચેઇનને તોડવા માટે સોશિયલ ડિસ્ટેન્સિંગને લઇને મહત્વની જાણકારી મળી છે. એક રિસર્ચ થકી ખુલાસો થયો છે કે સંક્રમણને રોકવા માટે એક-બીજાથી છ ફૂટનું અંતર જાળવી રાખવાનો નિયમ પણ કામ નહીં કરે, કારણ કે ઘાતક વાયરસ છીંકવાથી કે ખાંસવાથી આશરે 20 ફૂટ દૂર જઇ શકે છે, વિજ્ઞાનીકો દ્વારા અલગ-અલગ વાતાવરણમાં ખાંસવા, છીંકવા કે શ્વસન ક્રિયા દરમિયાન નિકળતા વાયરસનુ પ્રસાર મોડલ તૈયાર કર્યુ છે જેમાં ખુલાસો થયો હતો કે કોરોના વાયરસ સરદી અને ભેજવાળા વાતાવરણમાં ત્રણ ગણી સ્પીડે ફેલાય છે.

ગત રિસર્ચના આધારે વિજ્ઞાનીકોએ જણાવ્યુ કે છીંકવાથી, ખાંસવાથી, અહીં સુધી કે સામાન્ય વાતચીત દરમિયાન પણ થૂકના આશરે 40,000 નાના નાના ટીપા નીકળે છે જે વાતાવરણમાં કેટલાક મીટર સુધી પ્રસરી શકે છે. રિસર્ચ મુજબ વાતચીત દરમિયાન ઉડતા થૂકના મોટા ટીપાં ગુરુત્વાકર્ષણ બળને લીધે કોઇપણ સામાન્ય વસ્તુઓ પર ચોંટી રહે છે, જ્યારે નાના ટીપાં, એરોસેલ કણો બનાવવા માટે ઝડપથી વાષ્પિત થઇ જાય છે. આ કણો વાયરસના વહન માટે સક્ષમ પરિબળ છે અને કલાકો સુધી હવામાં ઉડતા રહેવાના કારણે સંક્રમણનું કારણ બની શકે છે.

(11:11 pm IST)