Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

બ્રિટનમાં કોવિડ-19ના દર્દીઓ માટે દવાનું ક્લિનિકલ ટ્રાયલ શરુ કરાશે

લંડન : બ્રિટનની સ્વાસ્થ્યસેવા એનએચએસ કોરોના વાઇરસના દર્દીઓ માટે રેમડેસિવિયર દવા ઉપલબ્ધ કરાવશે.

બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી મૅટ હૅનકૉકે કહ્યું છે કે બ્રિટન કોવિડ-19ના દર્દીઓ માટે રેમડેસિવિયર દવાનું ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવાની છે. તેમનું કહેવું છે કે કોરોના મહામારી શરૂ થઈ એ પછી દર્દીઓની સારવાર માટે લેવાયેલું આ સૌથી મોટું પગલું હશે.

બ્રિટનના રેગ્યુલેટર્સનું કહેવું છે કે આ દવાના ઉપયોગ અંગે પૂરતા પુરાવા છે અને કેટલીક હૉસ્પિટલોમાં આના ઉપયોગ અંગે પરવાનગી આપી શકાય છે.

જોકે હાલમાં આ દવાનો સપ્લાય ઓછો હોવાના કારણે આ દવા માત્ર એ લોકોને આપવામાં આવશે કે જેમને એની જરૂર છે. અમેરિકા અને જાપાનમાં પણ આ દવાના ઉપયોગને લઈને આ પ્રકારનાં જ પગલાં લેવાયાં છે.

જોકે સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા નિષ્ણાતો ચેતવણી આપી ચૂક્યા છે કે કોવિડ-19ના દર્દીઓ માટે રેમડેસિવિયર યોગ્ય નથી.

(11:43 am IST)