Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

અમેરિકામાં સતત ત્રીજા દિવસે અંદાજે ૭૦૦ના મોત

કુલ મૃત્યુઆંક ૧ લાખને પાર : સંક્રમિતોની સંખ્યા ૧૭ લાખને પાર

નવી દિલ્હી તા. ૨૭ : અમેરિકામાં સતત ત્રીજા દિવસે ૭૦૦થી ઓછા લોકોના મોત થયા છે. કોરોનાના કારણે તે સતત મુશ્કેલીનો સમય ચાલુ છે. અને કુલ મૃત્યુઆંક એક લાખની નજીક છે. હાલના આંકડા મુજબ, અમેરિકામાં કોરોનાના કરીને અત્યારસુધીમાં ૧,૦૦,૫૭૨ લોકોના મોત થયા છે. જો વિશ્વમાં સૌથી વધુ આંકડો છે.

જોન હોપકિન્સ યુનિવર્સિટીના ડેટાના જણાવ્યા મુજબ, અમેરિકામાં અત્યારસુધીમાં ૧૬ લાખથી વધુ લોકો કોરોનાની ઝપેટમાં છે. જયારે અત્યારસુધી અંદાજે દોઢ કરોડ લોકોનો ટેસ્ટ કરવામાં આવી ચુકયા છે. ઉલ્લેખનીય છે કે એક બાજુ જયા અમેરિકા કોરોનાના કારણે એક લાખ મૃત્યુઆંકને આંબી જાય છે. ત્યારે દેશને ખોલવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. ટ્રમ્પ સતત રાજયો પર બધું ખોલવાનું દબાણ સતત બનાવામા આવી રહ્યું છે. આ ઉપરાંત તે સતત પોતે પણ રાજયોની મુલાકાત કરે છે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે નવેમ્બરમાં અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી થવાની છે. એવામાં ટ્રમ્પ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ઓગસ્ટમાં રિપબ્લિક પક્ષનો મોટો કાર્યક્રમ થવાનો છે. એવામાં ટ્રમ્પના પ્રયત્નો છે કે તે પહેલા આખો દેશ ખુલી જાય.(૨૧.૧૪)

 

(11:20 am IST)