Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

હવે વીમા પ્રીમિયમ માટે ચૂકવવા પડશે વધુ પૈસા

કંપનીઓ પર અચાનક ડેથ કલેમ આપવાનો દર પણ વધ્યો છે

નવી દિલ્હી, તા.૨૭: ભારતમાં કોરોના વાયરસના ૧.૫૦ લાખથી વધુ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. પરંતુ આ મહામારીની વચ્ચે વીમા કંપનીઓ ગુપ્ત રીતે તમારા ખિસ્સામાંથી પ્રવેશી રહી છે. દેશની  મોટાભાગની વીમા કંપનીઓએ તેમના વીમા પોલીસના પ્રીમિયમમાં વધારો કર્યો છે. હવે તમારે વીમાનું પ્રીમિયમ ભરવા માટે વધારે પૈસા ચુકવવા પડશે.

નિષ્ણાંતોનું કહેવું છે કે દેશમાં કોરોના વાયરસને કારણે મૃત્યુઆંક વધ્યો છે. આને કારણે, વીમા કંપનીઓ પર અચાનક ડેથ કલેમ આપવાનો દર પણ વધ્યો છે. તમામ વીમા કંપનીઓએ તેમના પરનો ભાર ઘટાડવા માટે હવે પ્રીમિયમ વધારવાનું નક્કી કર્યું છે. નિષ્ણાતો કહે છે કે વીમા કંપનીઓએ તેમની તમામ ટર્મ વીમા પોલિસીના પ્રીમિયમમાં ૨૦ ટકાનો વધારો કર્યો છે.

આ કંપનીઓએ વધાર્યુ ટર્મ વીમાનું પ્રીમિયમ

સૂત્રોના જણાવ્યા અનુસાર, એપ્રિલ મહિનામાં જ, એચડીએફસી લાઇફ ઇન્શ્યોરન્સ, ટાટા એઆઈએ લાઇફ ઇન્શ્યોરન્સ અને આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સએ લાઇફ ટર્મ વીમાના પ્રીમિયમમાં ૨૦% નો વધારો કર્યો છે. જૂન મહિનામાં પણ ઘણી વીમા કંપનીઓ પ્રીમિયમ વધારી શકે છે.

(10:23 am IST)