Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

શૌચાલયમાં રહેવા માટે પ્રવાસી મજુર મજબૂરઃ ખાવામાં આપી કાચી રોટલીઓ

કોરોના મહામારીના મજુરોને સરકારે તેમના હાલ પર છોડી દીધી છે

જયપુર, તા.૨૭: કોરોના મહામારીના મજુરોને સરકારે તેમના હાલ પર છોડી દીધી છે. તેઓ પગપાળા ચાલી રહ્યા છે. તેમના પગમાં છાલા પડી ગયા છે. ઘણા મજુરો રેલવે ટ્રેક પર ચાલી રહ્યા છે, દ્યણી એવી મજુરોની તસવીરો આપણને સૌને વિચલિત કરી રહી છે. એક તસવીર પ્રવાસી મજુરોની મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સીમા કોટા નાકા પરથી સામે આવી છે, જયાં પ્રવાસી મજુરો અને તેમનું પરિવાર શૌચાલયમાં રોકાયું છે.

કોટા નામથી ઓળખાતી આ જગ્યા મધ્યપ્રદેશના શિવપુરી અને રાજસ્થાનના બાંરા જિલ્લાની સીમાને જોડે છે. પ્રવાસી મજુરો અહીં બનેલા શૌચાલયમાં રોકાયા છે. અહીં લોકો ખાવાનું બનાવવા માટે તથા ત્યાં જ જમવા માટે પણ મજબૂર બન્યા છે. સરકાર તરફથી ખાવાનું મળી રહ્યું છે પરંતુ ખરાબ હોવાની ફરિયાદ વારંવાર મળી રહી છે.

મજૂર મહિલાઓનું કહેવું છે કે, અમને શૌચાલયમાં આશરો આપ્યો છે. અમે જયપુરથી અહીં આવ્યા છીએ.  બેલદાર તરીકે કાર્ય કરી રહ્યા હતા. અમને ખાવાનું તો મળે છે પરંતુ કાચી રોટલીઓ મળી રહી છે. એવામાં તબિયત ખરાબ હોવાનો ખતરો પણ મંડરાયેલો જોવા માટે મળી રહ્યો છે. આજુબાજુમાં કોઈ ડોકટર નથી. હવે ગામડે ખેતી કરીને જીવનનિર્વાહ કરીશું. કોરોના ખતમ થઇ જાય તો પણ પરત આવીશું નહિ.

રાજય બહાર જનારા પ્રવાસી મજુરોને પહેલા મધ્યપ્રદેશની સીમા સુધી વાહનો દ્વારા છોડવામાં આવ્યા હતા. રાજસ્થાનના જયપુર નાકે અંદાજે ૨૫૦ મજુરોને છોડવામાં આવ્યા ગયા છે. ત્યાંથી મજુરોને ઘરે બેસીને પોતાના દ્યરે પહોચાડવાની જવાબદારી મધ્યપ્રદેશ સરકારની છે.

આ સંપૂર્ણ મામલે જિલ્લાના અપર કલેકટરનું કહેવું છે કે, પ્રવાસી મજુરોને રહેવા માટે તથા ખાવાપીવા માટે વ્યવસ્થા કરી આપવામાં આવી છે. જયાં સુધી શૌચાલયમાં રહેવાની વાત છે, અમે આ મુદ્દે તપાસ કરીશું અને જયાં પણ લાપરવાહી દેખાશે ત્યાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

(10:18 am IST)