Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

અમેરિકાના પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર જો બિડન 2 મહિના પછી ઘરની બહાર નીકળ્યા : કોરોના વાઇરસ મહામારીને કારણે ઘેરબેઠા ચૂંટણી પ્રચારનું સંચાલન કરતા હતા : મેમોરિયલ ડે ઉજવવા માસ્ક પહેરી સજોડે નીકળ્યા

વોશિંગટન : અમેરિકામાં નવેમ્બર 2020 માં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં વર્તમાન રિપબ્લિકન પ્રેસિડન્ટ સામે ટક્કર લેવા ડેમોક્રેટ ઉમેદવાર જો બિડન છેલ્લે માર્ચ માસમાં ચૂંટણી પ્રચાર માટે બહાર નીકળ્યા બાદ 2 મહિનાના લાંબા સમય પછીથી ગઈકાલ સોમવારે મેમોરિયલ ડે ની ઉજવણી માટે બહાર નીકળ્યા હતા.
અત્યાર સુધી તેઓ ઘેરબેઠા ચૂંટણી પ્રચાર કામગીરી કરતા હતા.
બિડન તથા તેમની પત્ની જીલે મોઢા ઉપર માસ્ક પહેર્યા હતા.
ઉલ્લેખનીય છે કે વર્તમાન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ માસ્ક પહેરવાનું ટાળે છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:04 pm IST)