Gujarati News

Gujarati News

News of Sunday, 27th May 2018

વડાપ્રધાનના રોડ શો માં SUV પરથી ઉતરતા સમયે એસપીજી ઓફિસર રસ્તામાં પડી ગયા

તુરત ઉભો થઈને દોડીને પોતાની પોઝિશન સંભાળી લીધી : કેટલીક સેકન્ડ કાફલો અટક્યો પણ હતો

ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ 7500 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વેના પહેલા ફૅસનું ઉદઘાટન કર્યું.હતું આ એક્સપ્રેસ હાઇવેથી દિલ્હીથી મેરઠની મુસાફરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો થશે. દિલ્હીના સરાય કાલે ખાનથી યુપી ગેટ સુધીના આ 14 લેનના હાઈવેનું ઉદઘાટન કર્યા બાદ વડાપ્રધાન એક ખુલ્લી કારમાં સવાર થયા હતા અને હાઈવે પર બંને બાજુ મોટી સંખ્યામાં હાજર લોકોનું અભિવાદન કર્યું હતું.માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરી પણ એક અલગ ખુલ્લી કારમાં મોદી સાથે હતા. 

  આ રોડ શો નિજામુદ્દીન પુલથી શરૂ થયો હતો. જોકે જ્યારે વડાપ્રધાન મોદી ખુલ્લી કાર પર સવાર થઈને જઈ રહ્યા હતા તે સમયેઅક્ષરધામ પાસે જ્યારે વડાપ્રધાન મોદીનો કાફલો પસાર થઈ રહ્યો હતો, તે સમયે SUV પર વડાપ્રધાનની સુરક્ષામાં ઊભેલો એસપીજીનો એક અધિકારી રસ્તા પર પડી ગયો હતો. વાસ્તવમાં આ અધિકારીએ ચાલતી SUV પરથી ઊતરવાનું હતું. જ્યારે એસપીજી ઓફિસર રસ્તા પર ઊતરી રહ્યો હતો ત્યારે તેને અંદાજો નહોતો કે તે નીચે પડી જશે.

  જોકે તે તુરંત જ ઊભો થઈને દોડ્યો હતો અને SUV પર પોતાની પોઝિશન લઈ લીધી. આ દરમિયાન વડાપ્રધાને તેની સામે જોયું પણ હતું. અહીં કેટલીક સેકન્ડ વડાપ્રધાનનો કાફલો અટક્યો પણ હતો. આ રસ્તા પર છ કિલોમીટર રોડ શો કર્યા બાદ મોદી ઉત્તર પ્રદેશના બાગપત માટે રવાના થઈ ગયા હતા.

 

(7:35 am IST)