Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

બ્રેઇન ટયુમર ધરાવતા દર્દીઓને કેમોથેરાપી સારવારની પીડામાંથી મુકિત મળશેઃ ઇન્ડિયન અમેરિકન ફીઝીશીઅન ડો.સંતોષ કેસરીની ટીમ દ્વારા દર્દીની રોગ પ્રતિકારક શકિત વધારતી ઇમ્યુનોથેરાપી ટ્રીટમેન્ટ માટે આગળ વધી રહેલું સંશોધન

વોશીંગ્ટનઃ યુ.એસ.સ્થિત ઇન્ડિયન અમેરિકન ફીઝીશીઅન ડો. સંતોષ કેસરીના નેતૃત્વ હેઠળની સેન્ટ જોસ હેલ્થ સેન્ટર ફાઉન્ડેશનની ટીમ દ્વારા બ્રેઇન ટયુમર ધરાવતા દર્દીઓને કેમોથેરાપી ટ્રીટમેન્ટ આપવાને બદલે ઇમ્યુનોથેરાપી ટ્રીટમેન્ટ આપવા અંગે સંશોધન કરી રહેલ છે જેનો પ્રથમ તબક્કો પૂર્ણ થતા હવે બીજા તબક્કા પ્રતિ આગળ વધી રહ્યા હોવાનું જણાવે છે.

ડો.સંતોષના જણાવ્યા મુજબ બ્રેઇન ટયુમરને નાથવા માટે શોધાયેલી આ ઇમ્યુનોથેરાપી ટ્રીટમેન્ટ દ્વારા દર્દીની રોગ પ્રતિકારક શકિત વધારવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

(10:03 pm IST)