Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

અલીગઢ મુસ્લિમ યુનિ.માં શાખા માટે સંઘે મંજૂરી માંગી!

સંઘ રાષ્ટ્ર સમર્પિત સંગઠન છે, ધર્મના ભેદભાવ નથીઃ આમીર રાશીદ

નવી દિલ્હી તા. ૨૭ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓએ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વાઈસ ચાંસેલર તારીક મંસૂરને એક પત્ર લખ્યો છે. RSSએ આ પત્રમાં AMU કેમ્પસમાં શાખા ખોલવાની મંજૂરી માગી છે. RSSનું કહેવું છે કે, તેઓ રાઈટ વિંગ સંગઠનો વિશે બંધાયેલી ખોટી માન્યતાઓને દૂર કરવા માટે માગે છે.ઙ્ગ

પત્રમાં RSSએ કહ્યું કે, સંગઠનની ખરી વિચારધારાઓથી વિદ્યાર્થીઓને પરિચિત કરાવવા માગે છે જે તેમના માટે મહત્વપૂર્ણ છે. RSSના કાર્યકર્તા મોહમ્મદ આમીર રાશીદે પત્રમાં લખ્યું છે કે, RSS વિશે વિદ્યાર્થીઓ સાચી વાત જાણે તે જરૂરી છે. કેટલાંક વિદ્યાર્થીઓ આ સંગઠન વિરૂદ્ઘ પાયાવિહોણા નિવેદન આપી ખોટી માહીતી ફેલાવે છે. RSS સંપૂર્ણપણે દેશને સમર્પિત છે અને ધર્મના આધાર પર કોઈ પણ ભેદભાવ રાખતું નથી.(૨૧.૨૫)

 

(4:12 pm IST)