Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

બે વર્ષ પહેલા રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એકટ ''રેરા'' અમલમાં આવ્યો પણ વેબસાઇટના નામે મીંડુ

દેશના ૧૫ રાજયોએ તો વેબસાઇટ બનાવી જ નથીઃ જે રાજયે બનાવી તેમાં પણ અધૂરી માહિતી..: કેન્દ્રીયમંત્રી વેંકૈયા નાયડુએ રાજયોને ચેતવણી આપી.. પણ તમામ રાજયોએ ચેતવણીને ગણકારી નથી...

નવી દિલ્હી તા.૨૭: કેન્દ્ર સરકારે રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એકટ બનાવ્યો, એને બે વર્ષ પુરા થઇ ગયા પરંતુ દેશના ૧૫ રાજયો એવા છેકે આ એકટ ''રેરા'' માટે અલગ વેબસાઇટ પણ નથી બનાવી બોલો!!

આવી વેબસાઇટ બનાવવી તમામ રાજયો માટે ફરજીયાત કરાયું છે છતા બનાવાઇ નથી. આ રેરાનું ખાસ મહત્વ એ હતું કે ઘર ખરીદનાર લોકોને બની રહેલ પ્રોજેકટ અંગે તમામ માહિતીઓ મળી શકે.

આસામ, બિહાર, છતીસગઢ, હરિયાણા-મણીપુર, મેઘાલય,મીઝોરમ, નાગાલેન્ડ, દિલ્હી, ઓરીસ્સા, સિકકીમ, તેલંગાના, ત્રીપુરા, ઉતરાખંડ, પશ્વિમબંગાળે વેબસાઇટ બનાવી નથી.

૨૦૧૬માં રેરા અમલમાં આવ્યો, ત્યારબાદ તમામ રાજયોને આની અમલવારી કરવાની હતી, પરંતુ કોઇ રાજયે અમલવારી  ન કરી, અરે શહેરી વિકાસ મંત્રી વેંકૈયાનાયડુએ ચેતવણી પણ આપી હતી, રાજયોને છતાં કોઇ અસર એકપણ રાજય ઉપર તેની અસર થઇ નથી.

તમામ રાજયોને એક વર્ષમાં વેબસાઇટ પણ બનાવવાની હતી, પણ કોઇએ બનાવી નથી અને દિલ્હી-બિહાર, ઉતરાખંડ, ઓરીસ્સા પાસે અધુરી માહિતી છે આવુ જ આંધ્ર -ઝારખંડ-કેરલમાં પણ છે, કોઇ મહત્વની માહિતી જ નથી.(૧.૧૨)

(4:05 pm IST)