Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

સાધક માટે સૌથી મોટો ખતરો અહંકાર હોય છેઃ પૂ. મોરારીબાપુ

ઉત્તરાખંડમાં ડોલ આશ્રમે આયોજીત ''માનસશ્રી રામકથાનો સાતમો દિવસ''

રાજકોટ તા. ર૭ : ''સાધક માટે સૌથી મોટો ખતરો અહંકાર હોય છે. અહંકારની ભાવના કયારેય પણ ભકતજનો ન આવવી જોઇએ'' તેમ પૂ. મોરારીબાપુએ ઉતરાખંડના ''ડોલ આશ્રમે'' આયોજીત ''માનસ શ્રી'' શ્રી રામકથાના સાતમા દિવસે જણાવ્યું હતું.

પૂ. મોરારીબાપુએ કાલે શ્રી રામકથાના છઠ્ઠા દિવસે કહ્યું કે, શ્રીની પ્રાપ્તિ સમર્પણથી થાય વિનોબાજી એક સરસ વાત કહેતા કે, તમારે જે ભવનમાં જે દરવાજામાંપવેશ કરવો હોય તો એ દરવાજાથી તમારે નાનુ પડે તો જ પ્રવેશ શકય છે જીવનનું પણ એવું જ છે. તમારે જેના અંતરમાં-ભવનમાં પ્રવેશ કરવો હોય તો તમારે નાનુ બનવું જ રહ્યું

શ્રી શાશ્વતી પ્રદાન કરે છે, શ્રી તત્ત્વ અમરતાનું વરદાન આપે છ.ે કોઇ તમારી નીંદા કરે તો સમજજો કે એ તમારી ઉંચાઇ નથી જોઇ શકતો. એ તમને પોતાનાથી શ્રેષ્ઠ સાબિત કરે છ.ે- પોતાને નિમ્ન સાબિત કરે છે. તમારી નીંદા થાય ત્યારે ખુશ થતો. શ્રી સાથે અનુસંધાન બન્યું રહે, શ્રી સાથેનું અનુસંધાન જેવુ છુટશે કે તરત માણસનું પતન થવાનું શરૂ થઇ જાય છે. દરેક પદાર્થની પોતીકી શ્રી છે.મનની શ્રી નિર્વિકલ્પતા એટલે કે, નિર્વિકલ્પ સ્થિતિ છે. જગદ્દગુરૂ શંકરાચાર્ય કહે છે. કે, અહં નિર્વિકલ્પો, નિરાકારરૂપો.

બાપુએ આંતરિક શ્રશ્ીને કઇ રીતે જાળવી રાખવી  એ અંગે સરસ વાત કરી કે, આંતરીક શ્રીને બચાવી રાખવા માટે ત્રણ વસ્તુ જરૂરી છ.ે (૧) જેના ઘરમાં ગાયની પુજા થતી હશે એની આંતરીક શ્રી જળવાઇ રહેશે (ર) પાંચ દેવોની પુજા અથવા જેના જે ઇષ્ટ હોય એ દેવની પુજા જયાં થતી હશે એની શ્રી કયાંય નહિ જાય અને (૩) જેના ઘરમં રોજ યજ્ઞ થતો હશે, એની શ્રી હંમેશા રહશે. જે શ્રીથી સંપન્ન છે.(૬.૧૬)

(4:04 pm IST)