Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

સુપ્રિમના જજ તરીકે ઇન્દુ મલ્હોત્રાએ શપથ ગ્રહણ કર્યા

ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ લેવડાવ્યા શપથઃ ૬૮ વર્ષના ઇતિહાસમાં તેઓ સાતમાં મહિલા જજઃ પ્રથમ મહિલા જજ કે જેને વકિલમાંથી સીધા જજ બનાવાયા

નવી દિલ્હી, તા.૨૭ : ઇન્દુ મલ્હોત્રાએ આજે સુપ્રિમ કોર્ટના જજ તરીકે શપથ ગ્રહણ કર્યા. તેની સાથે જ સુપ્રિમ કોર્ટના ઇતિહાસમાં તેઓ પ્રથમ એવા મહિલા જજ છે. જેનીે વકીલમાંથી સીધા જજ બનાવાય છે. ચીફ જસ્ટિસ દિપક મિશ્રાએ તેઓને શપથ ગ્રહણ કરાવ્યા. તેનો કાર્યકાળ ૩ વર્ષનો રહેશે. ઉલ્લેખનીય છે કે સુપ્રિમ કોર્ટ કોલેજીયમના જજ બનાવા માટે કેન્દ્રએ બે નામ મોકલ્યા હતા. તેમાંથી એક નામ ઇન્દુ મલ્હોત્રા અને બીજુ નામ ઉત્તરાખંડ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ કે.એમ.જોસેફ હતું. જોકે કેન્દ્રએ બીજી વાર વિચાર માટે જસ્ટિસ ક્રે.એમ.મેસેફના નામની ભલામણ પાછી મોકલી હતી.

સુપ્રિમ કોર્ટના ઇતિહાસમાં તે ત્રીજીવાર બન્યું છે કે એક સાથે મહિલા જજ છે. જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રા ઉપરાંત જસ્ટિસ આર ભાનુમતી પણ સુપ્રિમમાં જજ છે. ઇન્દુ મલ્હોત્રાના નિયુકિતની સાથે જ સુપ્રિમમાં જજોની સંખ્યા ૨પ થઇ ગઇ છે. ઇન્દુ મલ્હોત્રા છેલ્લા ૩૦ વર્ષથી  સુપ્રિમમાં પ્રેકિટસ કરી રહી હતી. (૨૩.૧૦)

 

(4:03 pm IST)