Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

નરેન્દ્રભાઈનું રેડ કાર્પેટ સ્વાગત : જિનપીંગે પ્રોટોકોલ તોડી હાથ મિલાવ્યો

૭૨ દિવસ સુધી ડોકલામ વિવાદને લીધે યુધ્ધ જેવી સ્થિતિ અને બન્ને દેશો વચ્ચે અવિશ્વાસ સર્જાયેલઃ અમેરિકા-જાપાન સાથે હાથ મિલાવી ભારત ચીનને ઘેરવા 'નાટો' જેવું સંગઠન બનાવી રહ્યાની ચીનને દહેશતઃ અનેક મુદ્દા પર ચર્ચા

બેઇજિંગ તા. ૨૭ : ચીનના બીજીંગ ખાતે મોડી રાત્રે પહોંચેલા નરેન્દ્રભાઈનું આજે સવારે ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગે વુહાન પ્રાંતીય મ્યુઝિયમમાં પ્રોટોકોલ તોડીને પારંપારિક સ્વાગત કર્યુ હતું. જીનપીંગે પ્રોટોકોલ તોડી મોદી સાથે હાથ મિલાવ્યો હતો. આ દરમિયાન બંને નેતાઓએ સાંસ્કૃતિક કૃતિ પણ માણી હતી. ત્યારબાદ મોદી - જીનપીંગે અનઔપચારિક વાતચીત કરી હતી. ચીની રાષ્ટ્રપતિ જીનપીંગે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને પણ મળ્યા હતા.

વડાપ્રધાન મોદી અને જિનપિંગની બેઠકથી બન્ને દેશો વચ્ચે નવા અધ્યાયની શરૂઆત થઇ છે. ચીનના વુહાન શહેરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈઙ્ગ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે અનૌપચારીક શિખર બેઠકનો પ્રારંભ થયો છે. આ બેઠકને લઈને ચીનઙ્ગ ઉત્સાહિત જણાઈ રહ્યું છે. ચીનના સરકારી સમાચારપત્ર ગ્લોબલ ટાઈમ્સે પોતાના એક લેખમાં મોદી-જિનપિંગની આ બેઠકને બંને દેશોના સંબંધોના એક નવા અધ્યાયની શરૂઆત જણાવી છે.

આ લેખમાં કહેવામાં આવ્યું છે કે, બંને દેશો વચ્ચે એક બીજા પ્રત્યે અવિશ્વાસની ભાવના છે જે ડોકલામમાં ૭૨ દિવસ સુધી ચાલેલા સૈન્ય ગતિરોધ બાદ વધી છે. આ ઔપચારિક શિખર બેઠકથી બંને દેશોના સંબંધોમાં ચાલી રહેલો તનાવ ઘટવા અને પરસ્પદ વિશ્વાસ ઉભો કરવામાં મદદ મળશે.

ભારત વિરોધી વલણ અખત્યાર કરવા પંકાયેલા ચીનના સરકારી નિંયંત્રણ હેઠળના સમાચાર પત્ર ગ્લોબલ ટાઈમ્સ પણ  વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગની શિખર બેઠકને લઈને ખુબ જ ઉત્સુક છે.

તેના હેવાલમાં કહેવામાં આવ્યું છે કે, મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગની અનૌપચારીક શિખર બેઠકનો ઉદ્દેશ્ય માત્ર જૂન મહિનામાં શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના શિખર સમ્મેલનની તૈયારી માત્ર નથી, પરંતુ સમકાલિન આંતરરાષ્ટ્રિય મુદ્દાઓ પર ચર્ચા અને રાજનૈતિક સંવાદ છે. ડોકલામ ગતિરોધનો ઉલ્લેખ કરતા લેખમાં જણાવવામાં આવ્યું છે કે, ગત વર્ષે જૂનથી ઓગસ્ટ વચ્ચે ૭૨ દિવસો સુધી ડોકલામમાં બંને દેશો વચ્ચે સૈન્ય ગતિરોધ રહ્યો અને યુદ્ઘ જેવી સ્થિતિ ઉભી થઈ હતી. બંને દેશો વચ્ચે પરસ્પર વિશ્વાસની ઉણપના કારણે ડોકલામમાં ટકરાવની સ્થિતિ સર્જાઈ હતી. જેને લઈને ૧૯૬૨માં ભારત-ચીન યુદ્ઘ બાદ બંને દેશોના સંબંધો સૌથી નિમ્ન સ્તર પર પહોંચી ગયાં હતાં.

બંને દેશોમાં પરસ્પર વિશ્વાસની ઉણપ છે અને જેના કારણે બંને એકબીજાને શંકાની નજરે જુએ છે. ભારત ચીનને લઈને ચિંતિત અને શંકામાં રહે છે. ચીન સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની સ્થાયી સભ્યતાની ભારતની દાવેદારીનો વિરોધ કર્યો હતો. આ ઉપરાંત ન્યૂકિલયર સપ્લાયર્સ ગ્રુપ (એનએસજી) માટે ભારતના સભ્યપદનો પણ ચીને એ કહેતા વિરોધ કર્યો હતો કે, ભારતે પરમાણું અપ્રસાર સંધિ પર હસ્તાક્ષર નથી કર્યાં. માત્ર ચીને જ નહીં દુનિયાના અન્ય દેશોએ પણ ભારતના સભ્યપદનો વિરોધ કર્યો હતો. પરંતુ ભારત અને ભારતીય મીડિયાએ તેના માટે માત્ર ચીનને જવાબદાર ગણ્યું અને તેને એક દુશ્મન તરીકે રજુ કર્યું.

અહેવાલમાં ભારતને લઈને ચીનની ચિંતાઓનો પણ ઉલ્લેખ કર્યો અને આરોપ લગાવ્યો કે, નવી દિલ્હી તિબેટના અલગાવવાદીઓનું સમર્થન કરી રહ્યું છે. ભારત પર વધુ એક આરોપ લગાવતા કહ્યું છે કે, ભારત અમેરિકા અને જાપાન સાથે મળીને ચીનને ઘેરવા માટે NATO જેવું એક સંગઠન તૈયાર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારતે ચીનના મહત્વાકાંક્ષી બેલ્ટ એંડ રોડ ઈનિશેટિવનો માત્ર વિરોધ જ નહીં પણ શ્રીલંકા જેવા દક્ષિણ એશિયાઈ દેશોને તેને ફગાવી દેવાની ચેતવણી પણ આપી છે.

ગ્લોબલ ટાઈમ્સમાં કહેવામાં આવ્યું છે કે, પીએમ મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે ઔપચારિક બેઠકથી બંને દેશોના સંબંધો મજબુત બનશે અને પરસ્પર વિશ્વાસની સ્થિતિ નિર્માણ પામશે. સાથો સાથ કહેવામાં આવ્યું છે કે, ભારતે ચીન-પાકિસ્તાન ઈકોમોનિક કોરિડોરને લઈને ચીને ભારતને આશ્વાસન આપવું જોઈએ કે આ પ્રોજેકટ એક આર્થિક પરિયોજના છે અને તેનાથી ચીનની નિષ્પક્ષતાને અસર નહીં પહોંચે.

મોદી-જિનપીંગ મુલાકાતમાં ફકત એક ભારતીય હાજર

નવીદિલ્લીઃ ભારત-ચીનના પરસ્પર સંબંધો મજબુત કરવા નરેન્દ્રભાઇ અને ચીની રાષ્ટ્રપતિશી જીનપીંગની અનોપચારીક શિખર મુલાકાત યોજાઇ હતી. આ મુલાકાત દરમિયાન નરેન્દ્રભાઇ સીવાય માત્ર એક ભારતીય રાજદુત મધુસુદન હાજર રહ્યા હતા. તેઓ ચીનમાં ભારતના પ્રથમ સચિવ(રાજકીય) તરીકે કાર્યરત છે. તેઓ બંન્ને નેતાઓની વાતચિત દરમિયાન દુભાષીયા તરીકે પણ ફરજ બજાવી હતી. હિન્દી, અંગ્રેજી અને ચીનની ભાષા મંદારિન પર મજબુત પકડ ધરાવનાર  મધુસુદને સમગ્ર મુલાકાતમાં બંન્ને નેતાઓને તેમની ભાષામાં એક-બીજાની જીણવટભરી માહિતી દુભાષીયાના માધ્યમથી આપી હતી.(૨૨.૫)

(10:35 pm IST)