Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

કઠુઆની ગુર્જર બકેરવાલના કોમના વકીલ તાલિબ હુસૈને કઠુઆ ઘટનાને ઉજાગર કરી

બરખા દત્તે લીધેલ ઇન્ટરવ્યુમાં વિસ્તૃત વિગતો આપીઃ જો કે તાલિબ હુસૈન વિરૂધ્ધ ૨૦૧૩માં કેટલાક કેસો થયા છે તે ખોટા ઉભા કરાયાનું કહયું

 યુવાન વકીલ અને કાર્યકર તાલિબ હુસૈન બકેરવાલ સમુદાયના છે. બળાત્કાર અને હત્યાનો ભોગ બનેલી આઠ વર્ષીય આસીફા પણ આ સમુદાયની જ હતી. તાલીબ હુસૈન જ એ વ્યક્તિ છે જેમના કારણે આ ધૃણાસ્પદ ઘટના સમગ્ર રાષ્ટ્ર અને વિશ્વના ધ્યાન પર આવી હતી. વરિષ્ઠપત્રકાર બરખા દત્ત દ્વારા તેમનો ઈન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો. આ ઈન્ટરવ્યુમાં હુસૈને વર્ણન કર્યું હતું કે આ ભયાનક ઘટનાને લોકો સમક્ષ લાવવા માટે તેમને કેવી-કેવી વિપરીત સ્થિતિઓમાંથી પસાર થવું પડ્યું હતું.

તાલીબ હુસૈને આ જંગલિયત ભર્યા કેસના આરોપીઓનો બચાવ કરવા બદલ હિંદુ સંગઠનોની આકરી ટીકા કરી હતી. શું તેઓ આ ઘટના પહેલાં પીડિતા કે તેના પરિવારને અંગત રીતે જાણતા હતા ? તેવું પૂછતા તેમણે જણાવ્યું હતું કે, હું પણ આ જ સમુદાયમાંથી આવું છું. ૧૭ જાન્યુઆરીએ જ્યારે પીડિતાનો મૃતદેહ કબજે કરાયો ત્યારે મને ખ્યાલ આવ્યો કે, હકીકતમાં બાળકી સાથે શું થયું હશે જેથી મેં આ અંગે સ્થાનિક પોલીસને જાણ કરી અને વિરોધ પ્રદર્શન કરેલ હતું.

આરોપીઓ અંગે પૂછાતાં હુસૈને જણાવ્યું હતું કે સાંજી રામે ગ્રામજનોને ભડકાવ્યા હતા કે મુસ્લિમ બકેરવાલ સમુદાયને જમીન આપવામાં ન આવે. તેમને તેમના પશુઓ સાથે અહીં વસવાટની મંજૂરી આપવી જોઈએ નહીં. આદિવાસીઓ જમીનનો અધિકાર માંગેછે તેવું જુઠ્ઠાણું ફેલાવવામાં આવ્યું હતું. અમારી પાસે આ વાતોનું સમર્થન કરનારા સાક્ષીઓ છે તેમણે જણાવ્યું હતું કે,   બળાત્કારીઓને બચાવવા હિન્દુ એકતા મંચની રચના કરવામાં આવી છે.હુસૈને જણાવ્યું હતું કે ર૦૧૩માં મારા સમુદાયના એક  છોકરાનું પોલીસના મારથી મોત થતાં મેં વિરોધ કર્યો હતો,જેથી મારી સામે ખોટા આરોપો કેસો થયા છે. મને વિશ્વાસ છે કે આ કેસોમાં મારો છૂટકારો થશે તેમણે પોતાનું બાળપણ યાદ કરતાં જણાવ્યું હતું કે, જમ્મુમાં નાના થી મોટા થવાનું મને ગૌરવ છે. મારા સ્કૂલના ઘણા મિત્રો હિંદુ હતા.

(11:33 am IST)