Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

વિશ્વ રાજકારણનો ઐતિહાસિક દિવસઃ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિને મળતા ઉ.કોરિયાના કિમ જોંગ

કોરિયા તા. ૨૭ : નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જોંગએ પરમાણુ હથિયારને લઇને ચાલી રહેલા તણાવ વચ્ચે સરહદ ક્રોસ કરી દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન સાથે મુલાકાત કરી છે. કિમ જોંગ ઉન દક્ષિણ કોરિયામાં ન્યૂકિલયર સંકટ પર યોજાનારી બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા છે.

ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગે ઐતિહાસિ અંતર કોરિયાઇ સંમેલનમાં ભાગ લેવા માટે પોતે ચાલતા-ચાલતા જ સરહદ પાર કરી હતી. ઉલ્લેખનીય છે કે ૧૯૫૦-૫૩ પછી કોરિયાઇ યુધ્ધ સમાપ્તિ પછી દક્ષિણ કોરિયાની ધરતી પર પગ મુકાના પ્રથમ ઉત્તર કોરિયાના શાસક છે.

ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉન ૧૯૫૩માં થયેલા કોરિયાઈ યુદ્ઘ બાદ દક્ષિણ કોરિયાની મુલાકાત લેનારા પહેલા ઉત્તર કોરિયાઈ નેતા બન્યાં છે. બંને દેશોની સીમા પર તેઓએ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન-જેઈ-ઈન સાથે વહેલી સવારે મુલાકાત કરી છે.બંને દેશોના નેતાઓ વચ્ચે ઐતિહાસિક વાર્તાલાપ થશે. જેમાં ઉત્તર કોયા તરફથી પરમાણુ કાર્યક્રમ રોકવાના સંકેતો પર પણ ચર્ચા થશે. કિમ જોંગ ઉન ચાલતા બોર્ડર પાર કરીને પનમુનજોમમાં વર્તાસ્થળે પહોંચશે. પનમુનજોમ એ જ જગ્યાએ છે કે જયાં પાંચ મહિના અગાઉ ઉત્તર કોરિયાના સૈનિકોએ એક ભાગેડુ સૈનિક પર ગોળીઓ ચલાવી છે.

(12:12 pm IST)