Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર ખતરનાક: નવા 35,726 કેસ નોંધાયા:166 લોકોના મૃત્યુ : પાંચ મહિનામાં સૌથી વધુ

24 કલાકમાં રાજ્યમાં 14523 દર્દીઓ ડિસ્ચાર્જ :એક્ટિવ કેસની સંખ્યા 3 લાખથી વધુ : એકલમાં મુંબઈમાં 6 હજારથી વધુ કેસ

મુંબઈ : મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેરનો કહેર જારી છે. શનિવારે એક વાર ફરી  35 હજારથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે, તો 166 લોકોના મૃત્યુ થયા છે. પાછલા વર્ષે ઓક્ટોબર બાદ એક દિવસમાં સૌથી વધુ મોત થયા છે. મુંબઈમાં પણ છેલ્લા 24 કલાકમાં છ હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે.

દેશમાં સર્વાધિક કોરોના કેસ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યાં છે. શનિવારે રાજ્યમાં 35 હજાર 726 લોકો કોરોનાથી સંક્રમિત થયા. ત્યારબાદ દર્દીઓની કુલ સંખ્યા વધીને 26 લાખ 73 હજાર 461 થઈ ગયા છે. 24 કલાકમાં 166 દર્દીઓના મૃત્યુ બાદ મૃત્યુઆંક વધીને 54,073 થઈ ગયા છે. 24 કલાકમાં રાજ્યમાં 14523 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. અત્યાર સુધી કુલ  23,14,579 લોકો અહીં કોરોનાને માત આપી ચુક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા ત્રણ લાખને પાર ચાલી ગઈ છે. અહીં દેશમાં સર્વાધિક  3,03,475 એક્ટિવ કેસ છે.

મુંબઈની વાત કરીએ તો અહીં છેલ્લા 24 કલાકમાં 6123 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. દેશની આર્થિક રાજધાનીમાં અત્યાર સુધી કુલ 3,91,751 લોકો આ વાયરસની ઝપેટમાં આવી ગયા છે. 

(12:32 am IST)