Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

પંજાબમાં ગુસ્સે ભરાયેલા ખેડુતોએ ભાજપના ધારાસભ્ય અરૂણ નારંગને માર માર્યો, કપડા ફાડી નાખ્યા, કાળી શાહી ફેંકી

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાને લઈને દિલ્હી, પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં છેલ્લા ચાર મહિનાથી ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.  તેમની માંગણીઓ પુરી ન થતાં હવે ખેડુતોમાં રોષ જોવા મળી રહ્યો છે.પંજાબના મલોટ શહેરમાં ખેડૂતોએ ભાજપના ધારાસભ્યને માર માર્યો હતો.ખેડુતોએ ધારાસભ્ય અરુણ નારંગના કપડાં ફાડી નાખ્યા હતા અને તેના પર કાળી શાહી ફેંકી હતી. આંદોલનકારીઓ ચાર મહિનાથી સતત ખેડૂત કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે. ખેડુતોના રોષમાં એક ધારાસભ્ય અને એક પોલીસ અધિકારી પણ ઘાયલ થયેલ છે

   
(11:34 pm IST)