Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

કોરોનાના નવા વેરિયન્ટ્સ પર અસરકારક વેક્સિન આવશે

સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલોએ કોરોના સંદર્ભે સારા સમાચાર આપ્યા : આ રસીને આફ્રિન તેમજ યુકેના કોરોના વેરિયન્ટ્સ સામે પણ ટેસ્ટ કરાઈ : તેની અસરકારકતા ૮૯% રહ્યાનો દાવો

નવી દિલ્હી, તા.૨૭ : સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ શનિવારે એક સારા સમાચાર આપ્યા છે. તેમણે જણાવ્યું કે ભારતમાં તેમની કંપની દ્વારા કોવિડ ૧૯ની રસી કોવોવેક્સિનના ટ્રાયલ્સ હાથ ધરવામાં આવ્યા છે અને સપ્ટેમ્બર સુધીમાં રસી બજારમાં આવી શકે છે. રસીને આફ્રિન તેમજ યુકેના કોરોના વાયરસ વેરિયન્ટ્સ સામે પણ ટેસ્ટ કરાઈ છે અને તેની અસરકારકતા ૮૯ ટકા રહી હોવાનું પૂનાવાલાએ જણાવ્યું હતું.

ઓગસ્ટ ૨૦૨૦માં અમેરિકાની દવા કંપની નોવોવેક્સ ઈક્ન. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા સાથે રસી વિકસાવવા તેમજ તેના વ્યવસાયિક વેચાણ માટે કરાર કર્યો હતો. બન્ને કંપનીઓએ એનવીએક્સ-કોવ૨૩૭૩ રસી વિકસાવવા તેમજ તેના વેચાણ માટે કરાર કર્યો હતો. રસી ભારત ઉપરાંત મધ્યમ આવક ધરાવતા દેશોમાં લોન્ચ કરવામાં આવી શકે છે. એસઆઈઆઈના મુખ્ય કાર્યકારી અધિકારી અદાર પૂનાવાલના મતે નોવોવેક્સ અને એસઆઈઆઈની ભાગીદારીથી કોવોવેક્સ રસી તૈયાર કરવામાં આવી છે તેમજ હાલમાં તેના ટ્રાયલ્સ શરૂ કરવામાં આવ્યા છે. રસીનું પરિક્ષણ આફ્રિકન તેમજ યુકેના વેરિએન્ટ્સ પર પણ કરવામાં આવ્યું જેમાં તેની અસરકારકતા ૮૯ ટકા હોવાનું જણાયું છે. સપ્ટેમ્બર ૨૦૨૧ સુધીમાં નવી રસી બજારમાં ઉપલબ્ધ થઈ શકે છે તેમ અદાર પૂનાવાલાએ એક ટ્વીટમાં જણાવ્યું હતું.

(8:31 pm IST)