Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

ભારતની ૪૦ વસ્તુ પર યુએસ ૨૫ ટકા સુધી ટેક્સ લગાવશે

બદલાની ભાવનાથી અમેરિકા દ્વારા પગલું લેવાયું : ભારતના પગલા પછી અમેરિકા જિંગા માછલી, બાસમતી ચોખા અને સોના-ચાંદીની વસ્તુઓ ઉપર ટેક્સ લાદશે

વૉશિંગ્ટન, તા.૨૭ : અમેરિકાના પ્રેસિડેન્ટ બનેલા જો બાઈડન પણ અગાઉના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના રસ્તે ચાલી રહ્યા છે.અમેરિકામાં ભારતની જે વસ્તુઓ નિકાસ થાય છે પૈકીની ૪૦ વસ્તુઓ પર અમેરિકા ૨૫ ટકા સુધીનો ટેક્સ લગાવવાની તૈયારી કરી રહ્યુ છે.

અમેરિકા બદલાની કાર્યવાહીના ભાગરુપે પગલુ ભરવા જઈ રહ્યુ છે.કારણકે ભારતે વિદેશી કોમર્સ કંપનીઓ પર ડિજિટલ સર્વિસ ટેક્સ લગાવ્યો છે.જેના પગલે અમેરિકાએ પણ કેટલીક ભારતીય પ્રોડક્ટ પર ટેક્સ લગાવવાનુ નક્કી કર્યુ છે.જેમાં જિંગા માછલી, બાસમતી ચોખા અને સોના ચાંદીની વસ્તુઓ સામેલ છે.

સરકારનુ કહેવુ છે કે, ભારત દ્વારા ડિજિટલ ટેક્સના રુપમાં જેટલી ડ્યુટી લગાવાઈ છે તેટલી ડ્યુટી અમેરિકા પણ લગાવશે. રકમ વર્ષે લગભગ . કરોડ ડોલર હશે.ભારતની સાથે સાથે અમેરિકાએ બ્રિટન, ઈટલી, તુર્કી, સ્પેનના સામાન પર પણ રીતે ટેરિફ લગાવવાનો પ્રસતાવ મુક્યો છે.

અમેરિકન સરકારનુ કહેવુ છે કે, લગભગ ૧૧૯ કંપનીઓ ડિજિટલ ટેક્સ હેઠળ આવે છે અને પૈકીની ૮૬ કંપનીઓ અમેરિકાની છે.અમેરિકાના મતે પ્રકારના આંતરરાષ્ટ્રિય ટેક્સ પર સહમતિ બનવી જોઈએ પણ જ્યાં સુધી થાય નહીં ત્યાં સુધી અમારા વિકલ્પો ખુલ્લા છે.જેમાં ટેરિફ લગાવવાનો વિકલ્પ સામેલ છે.

(7:40 pm IST)