Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

એલઆઇસી ફરી સરકાર માટે સંકટ મોચક બનીઃ રેલ્‍વે વિકાસ નિગમ લિમીટેડના 18 કરોડ એટલે કે 8.72 ટકા શેર્સ ખરીદી લીધા

નવી દિલ્હીઃ LICએ રેલ વિકાસ નિગમ લિમિટેડ (RVNL)ના 18 કરોડ એટલે કે 8.72 ટકા શેર્સ ખરીદી લીધા. આમ દેશની સૌથી પ્રતિષ્ઠિત અને નંબર વન વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમ (LIC) ફરીથી સરકાર માટે સંકટમોચક બની. . અગાઉ IDBIનો હિસ્સો ખરીદીને પણ જીવન વીમા નિગમે કેન્દ્રની વ્હારે આવી હતી. મોદી સરકારે આરવીએનએલમાંનો 15 ટકા હિસ્સો વેચવાની જાહેરાત કરી હતી.

રેલ વિકાસ નિગમ લિમિટેડે સ્ટોક એક્સચેન્જને એલઆઇસીએ ઓપન માર્કેટના સોદામાં 18.18 કરોડ શેર્સ ખરીધ્યા હોવાની માહિતી આપી. જે તેના કુલ શેરના 8.72 ટકા છે.

LIC જરુર પડતા સરકારની વ્હારે આવે છે

નોંધનીય છે કે દેશની સૌથી સદ્ધર કંપની એલઆઇસીને આ મામલે સરકાર માટે સંકટમોચક તરીકે જોવામાં આવે છે. જ્યારે પણ કોઇ સરકારી કંપનીને સહારાની જરુર હોય છે, ત્યારે LIC વ્હારે આવે છે. અગાઉ પણ ભારતીય જીવન નિગમે જરુર પડતા ઘણી સરકારી કંપનીઓમાં હિસ્સો ખરીધ્યો હતો.

અગાઉ મંગળવારે RVNLએ ઓફર ફોર સેલ દ્વારા પોતાનો 15 ટકા હિસ્સો વેચવાની જાહેરાત કરી હતી. તેના માટે ફ્લોર પ્રાઇસ 27.50 રુપિયા રાખવામાં આવી હતી. જે મંગળવારના બંધ ભાવથી 9.54 ટકા ઓછી છે.

પછી RVNLના શેર્સ ઉંચકાયા

પછી ગુરુવારે BSEમાં રેલ વિકાસ નિગમના શેર મજબૂતી સાથે 27.75 રુપિયે બંધ થયા હતા. શુક્રવારે તેના શેરમાં આશરે 3 ટકાનો વધારો નોંધાયો અને તે 28.60 રૂપિયા સુધી પહોંચી ગયા. નોંધનીય છે કે ડિસેમ્બર ત્રણ માસિકના અંત સુધી રેલ વિકાસ નિગમમાં સરકારની 87.84 ટકા ભાગીદારી હતી.

RVNLનું કામ શું?

RVNLની રચના 18 વર્શ પહેલાં રેલવે મંત્રાલયના 100 ટકા માલિકી ધરાવતા જાહેર સાહસ તરીકે થઇ હતી. તેનું કામ રેલવેના પાયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે બજેટ ઉપરાંત સંસાધન એકત્રિત કરવાનું અને આવા પ્રોજેક્ટ લાગુ કરવાનું છે.

(6:45 pm IST)