Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

૨૭ માર્ચ

આજના દિવસનું મહત્વ

દોસ્તો, આજે વિશ્વ થિયેટર દિવસ એટલે કે રંગમંચ દિવસ છે. ભારતીય રંગમંચ ક્ષેત્ર ગૌરવવંતુ રહ્યુ છે. નાટ્યકલાની ગંગોત્રી ઋગ્વેદને માનવામાં આવે છે. ભરતમુનિએ નાટ્યકલાને શાસ્ત્રી રૂપ આપ્યું હતું. રંગમંચ એવું માધ્યમ છે. જે મનોરંજન સાથે બોધ પણ આપે છે. વિશ્વની તમામ સંસ્કૃતિઓમાં રંગમંચ લોકપ્રિય માધ્યમ રહ્યું છે. સદીઓ સુધી આ માધ્યમની લોકપ્રિયતા રહી હતી. ફિલ્મ-ટીવી વગેરે જેવા માધ્યમોના આવિષ્કાર બાદ ધીમે - ધીમે રંગમંચનું મહત્વ ઘટવા લાગ્યું હતું. હાલ રંગમંચના અસ્તિત્વને ટકાવવા ઘણી સંસ્થાઓ સક્રિય છે.

પ્રખર રાષ્ટ્રભકત-ગદ્દર પાર્ટીના નેતા ક્રાંતિકારી પંડિત કાશીરામનો આજે શહીદદીન છે. તેઓને ૧૯૧૫ની સાલમાં ફાંસી અપાઈ હતી.

અલગાવવાદી કાશ્મીરી નેતા યાસીન મલિકે ૨૦૦૬ની સાલમાં આજના દિને કાશ્મીરમાં જનમત સંગ્રહની માંગ કરી હતી. કાશ્મીરમાં દાયકાઓ સુધી રાજવી જેવા બનીને ફરતા અલગાવવાદી નેતાઓની મોદી સરકારે હવા કાઢી નાખી છે.

મુસ્લિમ સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા મહેનત કરનાર સૈયદ અહમદ ખાનની આજે પૂણ્યતિથિ છે. તેઓનું નિધન ૧૮૯૮ની સાલમાં થયું હતું. તેમણે સ્થાપેલી મહમદ એંગ્લો ઓરીએન્ટલ કોલેજ બાદમાં અલીગઢ મુસ્લિમ યુનિ.માં પરિવર્તિત થઈ હતી.

આજે અભિનેત્રી પ્રિયા રાજવંશની પૂણ્યતિથિ છે. તેઓનું નિધન ૨૦૦૦ની સાલમાં થયું હતું.

૧૯૭૭ની સાલમાં આજના દિને કેનરીબેટમાં રનવે પર બે બોઈંગ વિમાનો અથડાયા હતા. આ અકસ્માતમાં ૫૮૨ લોકોના મોત થયા હતા.

(2:47 pm IST)