Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

દરેક લેવડ દેવડની જાસુસી કરશે તમારૂ જ કોમ્પ્યુટર

કંપનીઓની લેવડ દેવડના ઓડીટ ટ્રોલને રેકોર્ડ કરવા માટે નવા નિયમો અમલમાં આવશે

કાનપુર તા. ૨૭ : કાગળીયા ઉપર ગડબડ કરીને સરકારને ચૂનો લગાવનારા ધંધાર્થીઓ સાવધાન થઇ જાવ. હવે તમારૂ કોમ્પ્યુટર તમારી જાસૂસી કરશે. ખાતા સાથે સંકળાયેલ એક-એક લેવડ દેવડ અને ફેરફાર પોતાની જાતે રેકોર્ડ થઇ જશે. તેનાથી બે નંબરી કારોબાર પર રોક આવશે. કોર્પોરેટ બાબતોના મંત્રાલયે આ અંગે એક નોટીફીકેશન જાહેર કર્યું છે.

એક એપ્રિલથી કંપનીઓની લેવડ દેવડના ઓડીટ ટ્રેલને રેકોર્ડ કરવા માટે નવા નિયમો લાગુ થશે. જે કંપનીઓ પોતાના એકાઉન્ટીંગ માટે એકાઉન્ટીંગ સોફટવેરનો ઉપયોગ કરે છે. તેમણે ફકત એવા સોફટવેરનો જ ઉપયોગ કરવો પડશે. જેમાં દરેક લેવડદેવડનો ઓડીટ ટ્રેલને રેકોર્ડ કરવાની સુવિધા હોય. ખાતામાં કરાયેલ દરેક ફેરફારનો ઓડીટ લોગ પણ બની જશે. તેમાં ફેરફારની તારીખનો પણ રેકોર્ડ રાખવામાં આવશે. એ પણ સુનિશ્ચિત કરવામાં આવશે કે ઓડીટ ટ્રેલ હટાવી ન શકાય. અત્યારે સોફટવેરમાં ઓડીટ ટ્રેલની જોગવાઇ ન હોવાથી ડીપાર્ટમેન્ટને ખબર નહોતી પડતી કે સોફટવેરમાં એન્ટ્રી કયારે થઇ છે. તેનાથી કંપનીમાં થતા ફ્રોડ અથવા અનિયમીતતાની ખબર નહોતી પડતી.

(1:01 pm IST)