Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

અલાસ્કામાં બાઇડેન સરકારે ચીનને બતાવ્યું સ્થાન : ભારતને મહત્વના ભાગીદારના રૂપમાં કર્યો ઉલ્લેખ

અમેરિકાની બાઈડન સરકારને લઈને કહેવામાં આવી રહ્યું હતું કે, તેમના કાર્યકાળમાં ભારત-અમેરિકાના સંબંધ એવા મજબૂત નહીં રહે જેવા ટ્રમ્પના સમયમાં હતા. જો કે, બાઈડન સરકાર  પણ ભારત સાથેના સંબંધને મહત્વ આપી રહી છે. બાઈડન સરકાર આવ્યા પછી અલાસ્કામાં 19 માર્ચે અમેરિકા-ચીન વચ્ચે પહેલી બેઠક યોજાઈ હતી તેમાં ભારતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ અલાસ્કામાં યોજાયેલી બેઠકમાં અમેરિકાએ મહત્વની ભાગીદારીના રૂપમાં ભારતનો ઉલ્લેખ ચીનના ગળે ઉતર્યો નથી. આ બેઠકમાં ચીનના રાજદૂત યાંગ જેઈચી અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી પણ હાજર હતા.

અલાસ્કામાં યોજાયેલી બેઠકમાં અમેરિકી અને ચીની પ્રતિનિધિઓ એક બીજા સાથે વિવાદ પર ઉતરી ગયા હતા અને એકબીજાની ટીપ્પણી કરવા લાગ્યા હતા.

આ બેઠકથી બાઈડન સરકારે એ સંદેશ આપવાની કોશિશ કરી છે કે ઘણા વિશ્લેષકો અંદાજ લગાવી રહ્યા છે કે અમારી સરકાર ઓબામા 2.0 થાશે.પરંતુ એવું બિલકુલ નથી. અમારી સરકાર ઓબામા સરકાર 2.0 ક્યારેય નહીં થાય. વર્ષ 2009માં અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ બરાક ઓબોમા અને ચીની પ્રતિનિધ હૂ જિંતાઓની મુલાકાત પછી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં ભારત અને પાકિસ્તાનને એકબીજા સાથેના સંબંધો સુધારવાની સલાહ આપી હતી. ભારતે આ નિવેદનને લઈને વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, આ મામલામાં કોઈપણ ત્રીજા દેશે દખલ દેવાની જરૂર નથી. અલાસ્કામાં અમેરિકા-ચીનની બેઠકના એક સપ્તાહ પહેલા જ 12 માર્ચે અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ભારતે ક્વોડ સમિટમાં ભાગ લીધો હતો. ક્વોડે ચીન વિરોધી સમૂહ તરીકે જોવામાં આવે છે. ક્વોડમાં સામેલ દરેક દેશોની સાથે ચીનના સંબંધ સારા નથી.

ક્વોડની બેઠકને લઈને ગુરૂવારે ચીનની સેનાએ પણ તીખી પ્રતિક્રિયા આપી હતી. ચીની સેનાની તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, અમેરિકાના નેતૃત્વમાં યોજાઈ રહેલી આ બેઠક શીતયુદ્ધની માનસિક્તાનું પ્રતિક છે અને નાના નાના સમૂહોની વચ્ચેની લડાઈને પ્રોત્સાહન આપે છે. અમેરિકા ભૂ રણનીતિક રમત રમવા અને ચીનની ચેતવણીનો ઉપયોગ સીમિત સમૂહ બનાવવામાં કરી રહ્યું છે. જેનાથી અલગ અલગ દેશોની એક બીજાની વિરૂદ્ધ ઉશ્કેરણી કરવામાં આવી રહી છે.

પીએલએના સીનિયર કર્નલ અને રક્ષા મંત્રાલયના પ્રવક્તા ગુઆકિંગે કહ્યું કે, અમે આ વસ્તુનો સખત વિરોધ કરીએ છીએ. શાંતિ, વિકાસ અને સહયોગ જ આ સમયની માંગ છે. જે પણ સમયની ધારાની વિરૂદ્ધ છે અને માત્ર પોતાના સ્વાર્થ જ જુએ છે તે નિષ્ફળ જશે તે નિશ્ચિત વસ્તુ છે.

(12:00 am IST)