Gujarati News

Gujarati News

News of Monday, 27th February 2023

દેશની પ્રથમ ભારત ગૌરવ ટૂરિસ્ટ ટ્રેન શરુ કરાઈ

દેશમાં પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનો હેતુ : ભારત ગૌરવ ટૂરિસ્ટ ટ્રેનમાં પ્રવાસીઓને ગુજરાતના એક એકથી ચડિયાતા સ્થળો બતાવવામાં આવશે

નવી દિલ્હી, તા.૧ : પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન આપવાના હેતુથી દેશમાં પહેલીવાર ભારત ગૌરવ ટૂરિસ્ટ ટ્રેન મંગળવારથી શરૃ કરવામાં આવી છે. આ ટ્રેન દિલ્હીથી ગુજરાત માટે રવાના કરવામાં આવી છે. ભારત ગૌરવ ટૂરિસ્ટ ટ્રેનના આઠ દિવસની યાત્રામાં ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, ચાંપાનેર, સોમનાથ, દ્વારકા, નાગેશ્વર, બેટ દ્વારકા તેમજ અમદાવાદમાં સાબરમતી આશ્રમ, અડાલજની વાવ, દાંડી કૂટીર, ગાંધીનગરનું અક્ષરધામ, મોઢેરા સૂર્યમંદિર, પાટણની રાણકીવાવ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.  ભારત ગૌરવ ટૂરિસ્ટ ટ્રેનમાં પ્રવાસીઓને ગુજરાતના એક એકથી ચડિયાતા સ્થળો બતાવવામાં આવશે. આ સાથે હેરિટેજ સિટી અમદાવાદની મુલાકાત પણ કરવવામાં આવશે. આ બાબતે વધુ માહિતી આપતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે કેન્દ્રીય મંત્રી પુરુષોતમ રૃપાલાએ કહ્યું કે આ ટ્રેન ગુજરાત કાઠીયાવાડના પ્રવાસે જઈ રહી છે ત્યારે પ્રવાસીઓને ટ્રેનમાં કાઠીયાવાડી ભોજન એટલે કે બાજરાનો રોટલો અને ઓળોનો પણ ટેસ્ટ કરાવવો જોઈએ.

ભારતમાં પહેલીવાર શરૃ થયેલી આ ભારત ગૌરવ ટૂરિસ્ટ ટ્રેનમાં કુલ ૧૫૬ પેસેન્જરો પ્રવાસ કરી શકે તેટલી ક્ષમતા છે. આ યાત્રામાં પેસેન્જરોને ગુજરાતના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિરાસતની માહિતી આપવામાં આવશે. અને ટ્રેનમાં ફર્સ્ટ એસી કોચ તેમજ સેક્ન્ડ એસી કોચની સુવિધા પણ આપવામાં આવી છે. વિશેષ કરીને આ ટ્રેનની સુવિધા જોઈએ તો ટ્રેનમાં સાવર સાથે ફૂટ મસાજની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. ઉપરાંત આ ટ્રેનમાં ડાઇનિંગ રેસ્ટોરેન્ટ, આધુનિક કિચન, કોચ  શાવર, સેંન્સર આઘારિત વોશરુમ, સીસીટીવી કેમેરા, લાઇબ્રેરી તેમજ સુરક્ષા ગાર્ડની સુવિધા આપવામાં આવી છે. આ યાત્રામાં મહત્વની વાત એ છે કે દેખો આપના દેશ થીમ પર ઈન્ડિયન રેલવે કેટરિંગ અને ટુરિઝમ કોર્પોરેશન દ્વારા સંચાલિત ટ્રેનમાં કુલ ૧૫૬ પેસેન્જરની ક્ષમતા ધરાવતી આ ટ્રેનના પ્રવાસીઓને ગુજરાતની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક માહિતી આપવામાં આવશે.

 

 

(7:30 pm IST)