Gujarati News

Gujarati News

News of Monday, 27th February 2023

કોરોનાકાળ બાદ ઉદ્યોગો શરૂ થતા ઉનાળામાં વિજ વપરાશ વધતા બત્તી ગુલ થઇ શકેઃ વિજ માંગને પહોંચી વળવા અન્‍ય વિકલ્‍પ જરૂરી

પાવર સ્‍ટેશનોને ઉનાળાના અંધારપટને ટાળવા કોલસાનો પુરવઠો પુરતો રાખવા તંત્ર દ્વારા આદેશ

નવી દિલ્‍હીઃ સામાન્ય રીતે ઉનાળો આપતા પહેલાં જ લોકો પંખા, કૂલર અને એસી ઠીક કરાવીને રાખતા હોય છે. કારણકે, ઉનાળીની ગરમીમાં તપવું ન પડે. પણ જો લાઈટ જ ના હોય તો આ પંખા, કૂલર કે એસી શું કામમાં આવશે...કંઈક આવા જ ઘાટ આ વખતે ઘઢાવાના છે. આ વખતે ભયાનક ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેજો. કારણકે, તમારા ઘર કે ઓફિસની બત્તી ગમે ત્યારે થઈ શકે છે ગૂલ. આ અમે નથી કહી રહ્યાં પણ દિલ્હી લોડ ડિસ્પેચ સેન્ટરના ડેટા આ સંકેત આપી રહ્યાં છે. કારણકે, કોરોના કાળ બાદ ઉદ્યોગો ફરી શરૂ થઈ ચુક્યા છે અને વીજ વપરાશ વધ્યો છે.

દિલ્હી લોડ ડિસ્પેચ સેન્ટરના ડેટા અનુસાર, જાન્યુઆરીમાં એક દિવસે સવારે 10.56 વાગ્યે રાજધાની દિલ્હીમાં વીજળીની મહત્તમ માંગ 5,247 મેગાવોટ હતી. વીજ કંપનીઓના જણાવ્યા અનુસાર બે વર્ષમાં જાન્યુઆરી મહિનામાં આ માંગ સૌથી વધુ રહી છે. તેના બદલે આ શિયાળામાં અત્યાર સુધીમાં સૌથી વધુ માંગ જોવા મળી છે. ગયા વર્ષે, જાન્યુઆરી 2022 માં વીજળીની મહત્તમ માંગ 5,104 મેગાવોટ અને 2021 માં 5,021 મેગાવોટ હતી. જોકે, 2020માં તે 5,343 મેગાવોટ હતી.

દેશમાં શિયાળાની મોસમ પૂરી થઈ ગઈ છે. તેમજ માર્ચ મહિનાથી સારી એવી ગરમી શરૂ થશે. અત્યારે ફેબ્રુઆરીમાં જ દેશના કેટલાક ભાગોમાં તાપમાન 30 થી 35 ડિગ્રી સુધી જવા લાગ્યું છે. જેના કારણે ઘરોમાં પંખા દોડવા લાગ્યા છે. જેના કારણે આ શહેરોમાં વીજળીની માંગ વધી છે, જે ગયા વર્ષની સરખામણીમાં રેકોર્ડ સ્તરે જોવા મળી રહી છે. આગામી માર્ચથી જૂન મહિનામાં વીજ પુરવઠો અચાનક વધુ વધી શકે છે. જાણો આ ઉનાળામાં તમને કેટલી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

આ વર્ષે જાન્યુઆરી 2023માં વીજળીની માંગ 211 ગીગાવોટ સુધી પહોંચી હતી. ગયા ઉનાળા કરતાં આ વપરાશ ઊંચા સ્તરે રહ્યો છે. હવે દેશમાં કોરોના રોગચાળાને લગતા પ્રતિબંધો હટાવવાની સાથે, ભારે ઉદ્યોગ ફરી એકવાર શરૂ થયો છે. ધ્યાન રહે કે તે સમયે ગરમીનો 122 વર્ષ જૂનો રેકોર્ડ પણ તૂટી ગયો હતો. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશમાં ગરમીમાં એકતરફી વધારાને કારણે ખેડૂતોને ઘણું નુકસાન થઈ શકે છે. એટલા માટે ખેડૂતોને ઘઉં અને અન્ય પાકની તપાસ કરવા માટે કહેવામાં આવ્યું છે. ગરમીની મોસમ અસામાન્ય રીતે શરૂ થઈ છે. તે જ સમયે, દેશમાં સિંચાઈ પંપ અને એર કંડિશનર્સના જોરશોરથી વેચાણને કારણે, વીજળીનો વપરાશ વધી શકે છે. જો આમ જ ચાલુ રહેશે તો દેશના ઉર્જા નેટવર્કમાં સમસ્યા સર્જાઈ શકે છે.

દેશમાં આયાતી કોલસાનો ઉપયોગ કરતા પાવર સ્ટેશનો ઉનાળાના અંધારપટને ટાળવા માટે પહેલાથી જ પ્રયાસો કરી રહ્યા છે. તે જ સમયે, સ્થાનિક કોલસાના પુરવઠાને ધ્યાનમાં રાખીને, 3 મહિના માટે સંપૂર્ણ ક્ષમતા સાથે કામ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એપ્રિલ 2023માં વીજળીની માંગ 229 ગીગાવોટ સુધી પહોંચવાની આશા છે.

(5:40 pm IST)