Gujarati News

Gujarati News

News of Monday, 27th February 2023

હિંદુત્‍વ એ ધર્મ નથી પણ જીવન જીવવાની રીત છેહિંદુત્‍વ એક જીવનશૈલી છેઃ સુપ્રિમ કોર્ટનું તારણ

દેશના ધાર્મિક સ્‍થળો, પુરાતત્‍વ સ્‍થળો અને મહત્‍વના સ્‍મારકોના નામ બદલવા માટે પંચ રચવાની માંગ કોર્ટે ફગાવી : આવુ કરવાથી ઉપદ્રવ-વિવાદ વધશે

નવી દિલ્‍હી, તા.૨૭: દેશના ધાર્મિક સ્‍થળો, પુરાતત્‍વીય સ્‍થળો અને મહત્‍વના સ્‍મારકોના નામ બદલવા માટે કમિશન બનાવવાની માંગને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. ‘નેમ ચેન્‍જ કમિશનઁની માગણી સાથે કોર્ટમાં PIL દાખલ કરવામાં આવી હતી, જેને ફગાવી દેવામાં આવી હતી. આ સાથે બેન્‍ચે કહ્યું કે ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે અને હિંદુત્‍વ એ જીવન જીવવાની રીત છે, જેમાં દરેક વ્‍યક્‍તિનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, નામ બદલવાની પંચની માંગને કોર્ટે ઉપદ્રવનો ઈરાદો હોવાનું ગણાવ્‍યું. બેન્‍ચે કહ્યું કે આમ કરવાથી મુદ્દા જીવંત રહેશે અને દેશમાં અશાંતિની સ્‍થિતિ ચાલુ રહેશે.

વકીલ અશ્વિની ઉપાધ્‍યાયની અરજી પર, બેન્‍ચમાં સામેલ જસ્‍ટિસ કેએમ જોસેફ અને બીવી નાગરત્‍ને કહ્યું કે આનાથી દેશમાં અશાંતિની સ્‍થિતિ સર્જાશે અને વિવાદિત મુદ્દાઓ હંમેશ માટે જીવંત રહેશે. બેન્‍ચે કહ્યું કે એ વાત સાચી છે કે આપણા દેશ પર હુમલા થયા અને સત્તા વિદેશી દળોના હાથમાં રહી. પણ આપણે ઈતિહાસનો માત્ર એક ભાગ વાંચી શકતા નથી, તેને સંપૂર્ણતામાં જોવો પડશે. આ સાથે ખંડપીઠે કહ્યું કે આપણો દેશ ધર્મનિરપેક્ષ છે અને હિંદુ ધર્મ એક જીવનશૈલી છે, જેમાં દરેક વ્‍યક્‍તિનો સમાવેશ થાય છે. ન્‍યાયાધીશોએ કહ્યું કે દેશના ઈતિહાસને એવી રીતે ન જોવો જોઈએ કે તે વર્તમાન અને ભાવિ પેઢીને ડરાવે.

રસ્‍તાઓના નામ ન બદલવા પર ઉઠાવવામાં આવેલ પ્રશ્‍ન હકીકતમાં, આ મહિનાની શરૂઆતમાં ઉપાધ્‍યાયે એક જાહેર હિતની અરજી દાખલ કરી હતી. જેમાં તેમણે માંગ કરી હતી કે કોર્ટે કેન્‍દ્ર સરકારને નામ ચેન્‍જ કમિશનઁની રચના કરવાનો આદેશ આપવો જોઈએ. ઉપાધ્‍યાયે કહ્યું હતું કે આ કમિશન દ્વારા તે સ્‍થળો, સ્‍મારકો અને શહેરોના નામ બદલવા જોઈએ, જે વિદેશી લોકોએ દેશમાં આક્રમણ કર્યું હતું. પીઆઈએલમાં કહેવામાં આવ્‍યું હતું કે તાજેતરમાં જ સરકારે મુગલ ગાર્ડનનું નામ બદલીને અમળત ઉદ્યાન કર્યું છે. પરંતુ આ પછી પણ ઘણા રસ્‍તાઓના નામ બદલવામાં આવ્‍યા નથી, જે આક્રમણકારો પર છે. ઉપાધ્‍યાયે કહ્યું કે, અત્‍યારે પણ ઘણા સ્‍મારકો આક્રમણકારોના નામ પર છે. તે આપણા સાર્વભૌમત્‍વ અને નાગરિક તરીકેના નાગરિક અધિકારોની વિરુદ્ધ છે. એટલું જ નહીં, પીઆઈએલમાં કહેવામાં આવ્‍યું હતું કે કોર્ટ એએસઆઈને સંશોધન કરવા અને તમામ સ્‍મારકો અને શહેરોના જૂના નામોની માહિતી મેળવવાનો આદેશ પણ આપી શકે છે. આ પછી, તે નામોના આધારે જ નવેસરથી નામકરણ કરવું જોઈએ.તેમણે કહ્યું કે આજે દેશ આઝાદીની ૭૫મી વર્ષગાંઠ ઉજવી રહ્યો છે, પરંતુ હજી પણ ઘણી જગ્‍યાઓ આક્રમણકારોના નામ પર છે.

(3:25 pm IST)