Gujarati News

Gujarati News

News of Monday, 27th February 2023

પર્યાવરણમાં ફેરફારો થઈ રહ્યા છે તેના લીધે વાતાવરણનો મિજાજ બદલાઈ રહ્યો છે, ગરમી વધતી જાય છે

ગ્‍લોબલ વોર્મીંગ અને કલાયમેન્‍ટ ચેન્‍જની અસર દુનિયાભરમાં થઈ રહી છે, વૃક્ષો ઉગાડો, ગ્રીન ઉર્જા તરફ આગળ વધવું જોઈએઃ મહેશ પાલાવત

મુંબઈઃ ફેબ્રુઆરી મહિનો પુરો થવાના આરે છે પણ ઠંડીના આ મહિનામાં મુંબઈગરાઓને માર્ચની ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ફેબ્રુઆરીમાં બીજા સપ્‍તાહમાં મહત્તમ તાપમાન સામાન્‍યથી પણ વધોર રહ્યું છે. એ અઠવાડીએ હીટવેવની પણ ચેતવણી હતી. એ દરમ્‍યાન તાપમાનમાં ઘટાડો પણ જોવા મળ્‍યો. તાપમાન ઘટવા છતાં દિવસ અને રાત્રે ગરમી જોવા મળે છે. દિવસનો તડકો આકરો છે. રાત્રે ફરીથી પંખા અને એસીની જરૂર પડવા લાગી છે. હવામાનમાં ઉતાર- ચડાવની અસર મુંબઈગરાના આરોગ્‍ય પર પડી રહી છે. આ બધા મુદ્દાઓ અંગે હવામાનની આગાહી કરતી ખાનગી સંસ્‍થા સ્‍કાયમેટના મુખ્‍ય વૈજ્ઞાનિક મહેશ પાલાવત સાથેની વાતચીતના મુખ્‍ય અંશ ડીજીટલ મિડીયામાં પ્રસારિત થયેલ છે જે અહીં રજૂ કર્યા છે.

પ્રશ્નઃ ઠંડીની સીઝનમાં ગરમી પડી રહી છે, શું છે આનું કારણ

જવાબઃ આ ફકત મુંબઈમાં જ નહીં, સમગ્ર ઉત્તર પヘમિ, મધ્‍ય ભારતમાં થઈ રહ્યું છે. તેનું એક કારણ એ છે કે એક પછી એક વેસ્‍ટર્ન ડીસ્‍ટર્બન્‍સ આવી રહ્યા હતા અને તે ભારે હિમવર્ષા નહોતા થવા દેતા. જયારે ભારે હિમવર્ષા થયા તો ત્‍યાંથી ચાલતી હવાઓ પણ તાપમાન ઘટાડી દેતી હોય છે, જે આ વખતે નથી થયું. તેના લીધે ગરમી વધી રહી છે અને બીજું કારણ અરબી સમુદ્રમાં એંટી સાયકલોન બનેલું છે તેના કારણે પણ તાપમાન વધેલું રહ્યું છે.

પ્રશ્નઃ વેસ્‍ટર્ન ડીસ્‍ટર્બન્‍સ અને ઠંડીનો શું સંબંધ છે?

જવાબઃ ખરેખર તો વેસ્‍ટર્ન ડીસ્‍ટર્બન્‍સ જ ઉત્તર ભારતમાં ઠંડીના સંકેત આપતા હોય છે. તે આ સીઝનમાં વરસાદ અને તોફાન જેવી સ્‍થિતિ બનાવે છે, તે મધ્‍ય સમુદ્રમાં બનીને અહીં પહોંચે છે. આ હવાઓ જાય તો પヘમિ તરફ છે પણ તેની અસલી અસર હિમાલય અને આસપાસના વિસ્‍તારોમાં ઉત્‍પન્‍ન કરે છે. આના જ કારણે પર્વતોની આજુબાજુ બરફ પડે છે અને સમગ્ર ઉત્તર પヘમિ વિસ્‍તારમાં નવેમ્‍બરથી લઈને ફેબ્રુઆરી સુધી વરસાદ પડે છે અને તાપમાન ઘટવા લાગે છે. પણ આ વખતે એવું બહુ ઓછી વાર જોવા મળ્‍યું છે.

પ્રશ્નઃ તાપમાનમાં કયારેક વધારો તો કયારેક ઘટાડો જોવા મળી રહ્યો છે, તેનું કારણ શું?

જવાબઃ હવામાનની દિશાઓમાં કયારેક કયારેક જે ફેરફાર થાય છે, તેના કારણે તાપમાનમાં વધારો ઘટાડો જોવા મળે છે. તાપમાન એક સ્‍તર સુધી વધતું હોય છે. ગત સપ્‍તાહે મુંબઈમાં તાપમાન ૩૭ ડીગ્રી સુધી જળવાઈ રહ્યું જયારે ગુજરાતમાં તે ૪૦ ડીગ્રી પર પહોંચી ગયું. ત્‍યાર પછી વેસ્‍ટર્ન ડીસ્‍ટર્બન્‍સમાં ફેરફાર થયો, જેના કારણે ઉત્તર દિશાઓમાંથી હવાઓ શરૂ થઈ અને તાપમાનમાં ઘટાડો જોવા મળ્‍યો. હવે ફરીથી દેશના આંતરિકો વિસ્‍તારોની હવાઓ શરૂ થશે અને તાપમાન ફરીથી વધી જશે.

પ્રશ્નઃ હવામાનની સ્‍થિતિ હજુ આવી જ જળવાઈ રહેશે?

જવાબઃ બિલ્‍કુલ, આ પ્રકારની સ્‍થિતિ પ્રી- મોન્‍સુન સુધી ચાલુ રહેશે. અત્‍યારે વરસાદને કોઈ અંદેશો નથી અને પહાડો પર કયાંય હિમવર્ષા નથી થવાની. વેસ્‍ટર્ન ડીસ્‍ટર્બન્‍સની અસર આ વખતે ઓછી છે અને આકાશમાં વાદળો નથી એટલે સૂર્યના કિરણો વધુ તીવ્રતા સાથે ધરતી પર આવી રહ્યા છે અને વાતાવરણમાં રેડીએશન થઈ રહ્યું છે. એટલે આગામી દિવસોમાં તાપમાન સામાન્‍યથી વધારે જ રહેશે.

પ્રશ્નઃ ઠંડીની સીઝનમાં ગરમી, આ પહેલીવાર

છે કે પહેલા પણ આવુ બન્‍યું છે?

જવાબઃ આ કંઈ પહેલીવાર નથી. આ પહેલા પણ હવામાનમાં આવા ફેરફારો જોવા મળ્‍યા છે પણ છેલ્લા કેટલાક વર્ષોમાં આ પ્રકારની સ્‍થિતિ વધારે જોવા મળી રહી છે. પર્યાવરણમાં ધીમે ધીમે જે ફેરફારો થઈ રહ્યા છે. તેના કારણે વાતાવરણનો મિજાજ બદલાઈ રહ્યો છે અને ગરમીના દિવસો વધતા જાય છે.

પ્રશ્નઃ શું આને ગ્‍લોબલ વોર્મીંગ કહી શકાય?

જવાબઃ હા, આ ગ્‍લોબલ વોર્મીંગ અને કલાયમેટ ચેન્‍જની જ અસર છે. ફકત આપણે જ નહીં, આખી દુનિયાએ આના પર ઉંડુ ચિંતન કરવાની જરૂર છે. વધુમાં વધુ વૃક્ષો ઉગાડવા જોઈએ અને ગેસ ઉત્‍સર્જન ઘટાડવું જોઈએ. સૌર ઉર્જા, ગ્રીન ઉર્જા તરફ આગળ વધવું જોઈએ. ઈલેકટ્રીક વાહનોનો ઉપયોગ વધુ કરવો જોઈએ. જેથી જળવાયુ પરિવર્તનથી થનાર જોખમને ટાળી શકાય.

(3:16 pm IST)