Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

દિલ્હી હિંસાની તપાસ માટે 2 SITની રચના કરાઈ : અત્યાર સુધીમાં 48 FIR નોંધાઇ

બંને એસઆઇટી ટીમોમાં ચાર-ચાર ACP હશે એટલે કે કુલ 8 એસીપી હશે

નવી દિલ્હી : દિલ્હી હિંસાની તપાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિવ ટીમ કરશે. તેના માટે દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચ હેઠળ બે એસઆઇટીની રચના કરવામાં આવી છે. એસઆઇટીની એક ટીમના વડા ડીસીપી જૉય ટિર્કી હશે જ્યારે બીજી ટીમના વડા ડીસીપી રાજેશ દેવ હશે. બંને એસઆઇટી ટીમોમાં ચાર-ચાર ACP હશે એટલે કે કુલ 8 એસીપી હશે.

આ ઉપરાંત 3-3 ઇન્સ્પેક્ટર, 4-4 સબ ઇન્સ્પેક્ટર અને બાકીના પોલીસ કર્મીઓ રહેશે. આ એસઆઇટી એડિશનલ સીપી, ક્રાઇમ બીકે સિંહની આગેવાનીમાં કામ કરશે

બંને ટીમોએ તત્કાલ પ્રભાવથી નૉર્થ-ઇસ્ટ દિલ્હીમાં થયેલી હિંસા અને ઉપદ્રવ સાથે જોડાયેલા મામલાઓની તપાસની જવાબદારી સંભાળી લીધી છે. હવે દિલ્હી હિંસા (Delhi Violence) સાથે જોડાયેલી તમામ એફઆઇઆરની કોપી એસઆઇટીને સોંપી દેવામાં આવી છે.

(10:55 pm IST)