Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

રામપુરથી સીતાપુર જેલની બેરેકમાં ખસેડાયેલ આઝમખાનને મળવા પહોંચ્યા અખિલેશ યાદવ

અખિલેશ સાથે એમએલસી આનંદ ભાદોરીયા, ધારાસભ્ય મહમુદાબાદ નરેન્દ્ર વર્મા અને પૂર્વ ધારાસભ્યો પણ પહોંચ્યા

લખનૌ : સુરક્ષાના કારણોસર એસપી સાંસદ આઝમ ખાન, તેની પત્ની તાઝિન ફાતમા અને પુત્ર અબ્દુલ્લા આઝમને સવારે સીતાપુર જેલમાં ખસેડવામાં આવ્યા હતા.આ પછી સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે સીતાપુર જેલની બેરેકમાં સાંસદ આઝમ ખાનને મળ્યા હતા 

 સાંસદ આઝમ ખાનને રામપુરથી સીતાપુર જેલમાં ખસેડ્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ લખનૌથી સીતાપુર જિલ્લા જેલમાં પહોંચ્યા હતા. અખિલેશ યાદવની સાથે એમએલસી આનંદ ભાદોરીયા, ધારાસભ્ય મહમુદાબાદ નરેન્દ્ર વર્મા અને પૂર્વ ધારાસભ્યો અનૂપ ગુપ્તા અને રાધેશ્યામ જયસ્વાલ સહિત અનેક લોકપ્રતિનિધિઓ પણ છે.
  અખિલેશ યાદવ રામપુર એસપી સાંસદ આઝમ આઝમ ખાન, તેમના પુત્ર અબ્દુલ્લા આઝમ અને પત્ની અને સપાના ધારાસભ્ય તાજિન ફાતમાને મળવા સીતાપુર જેલમાં ગયા હતા. નકલી બર્થ સર્ટિફિકેટ કેસમાં આઝમ ખાન અને તેના પુત્ર અબ્દુલ્લા અને પત્ની અને સપાના ધારાસભ્ય તાજિન ફાતમાને બુધવારે જેલમાં મોકલવામાં આવ્યા હતા

(8:22 pm IST)