Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

એસબીઆઇ કાર્ડ્સનો આઇપીઓ રોકાણકારોને બમ્પર રિટર્ન આપશે

ગ્રે માર્કેટમાં પ્રતિશેર રૂ. ૩૩૦ થી ૩૪૦ નું પ્રીમીયમ બોલાય છેઃ બજારમાં ભારે ઉત્સાહ

નવી દિલ્હી તા. ર૭ :.. ર માર્ચથી ખૂલનારા એસબીઆઇ કાર્ડ્સ એન્ડ પેમેન્ટ સર્વિસ લિ. ના આઇપીઓને લઇને બજારમાં ભારે ઉત્સાહ છે. બજારના અનુમાન અનુસાર એસબીઆઇ કાર્ડ્સનો આઇપીઓ રોકાણકારોને ૪પ ટકા કરતાં વધુ બમ્પર રિટર્ન આપી શકે છે. કંપનીના આઇપીઓની પ્રાઇસ રેન્જ પ્રતિશેર રૂ. ૭પ૦ થી ૭પપ ની છે.

એસએમસી ઇન્વેસ્ટમેન્ટ એન્ડ એડવાઇઝર્સના જણાવ્યા અનુસાર ગ્રે માર્કેટમાં એસબીઆઇ કાર્ડ્સના શેરનું રૂ. ૩૩૦ થી ૩૪૦ પ્રીમીયમ ચાલી રહ્યું છે. આનો અર્થ એ થયો કે શેરબજારમાં એસબીઆઇ કાર્ડ્સના શેરનું લિસ્ટિંગ રૂ. ૧,૦૦૦ થી વધુ થઇ શકે છે.

કંપનીનો આ પ્રથમ ઇસ્યુ છે. તેથી ગ્રોથની સંભાવના ઘણી સારી દેખાઇ રહી છે. ગણતરી અનુસાર જેમને આ ઇસ્યુ લાગશે. તેમને પ્રતિશેર ઓછામાં ઓછો રૂ. ર૭૦ નો ફાયદો થશે. એસબીઆઇ કાર્ડ્સના આઇપીઓની સાઇઝ રૂ. ૧૦,૩૦૦ કરોડ કરતાં વધુ છે અને રીટેલ શ્રેણીની સાઇઝ રૂ. ૩૦૦૦ કરોડ કરતાં વધુ છે. અહેવાલ અનુસાર રિટેલ કેટેગરીમાં આ ઇસ્યુ ૧.પ ગણા કરતાં વધુ ભરાઇ શકે છે.

(3:56 pm IST)