Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

કોરોના વાયરસ વૈશ્વિક મંદીનું કારણ બને એવા એંધાણ

મુડીઝનું અનુમાન : કોરોનાએ હવે ઇટલી અને કોરિયામાં પણ દિધી દસ્તક : વિશ્વની અર્થવ્યવસ્થા કોરોનાને લીધે ખતરામાં

નવી દિલ્હી તા. ૨૭ : મૂડીઝ એનાલિટિકસનું માનવું છે કે જો કોરોના વાયરસ એક મહામારી બન્યું તો વૈશ્વિક અર્થવ્યવસ્થા મંદીના ઘેરાવામાં આવી શકે છે.

મુડીઝના મુખ્ય અર્થશાસ્ત્રી માર્ક જૈંડીએ કહ્યું કે, કોરોના વાયરસ સંક્રમણનો પ્રસાર હવે ઇટલી અને કોરિયામાં પણ થયો છે. એવામાં તેના મહામારીનું રૂપ લેશે એવા એંધાણ છે. કોરોના વાયરસે ચીનની અર્થવ્યવસ્થાને એક મોટો ઝટકો આપ્યો છે. હવે સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા માટે ખતરો બની ચૂકયો છે.

કોરોના વાયરસનો અધિકારીક નામ કોવિડ-૧૯ છે તેની શરૂઆત ડિસેમ્બર ૨૦૧૯માં ચીનના વુહાનમાં થઇ હતી. મુડીઝ એનાલીટીકસે કહ્યું કે, કોરોના વૈશ્વિક અર્થવ્યવસ્થાને અનેક રીતે ઝટકો આપી રહ્યો છે. ચીનમાં વેપારના હેતુથી યાત્રા અને પર્યટન સંપૂર્ણ રીતે ઠપ્પ છે.

એરલાઇન કંપનીઓએ ચીન માટે ઉડાનો રોકી દીધી છે. અમેરિકા જેવા પ્રમુખ યાત્રા સ્થળોએ પણ સમસ્યા ઉભી થઇ છે.

હોંગકોંગ સરકારે મંદીથી ઝઝૂમી રહેલી અર્થવ્યવસ્થાને પાટે ચડાવા માટે ૭૦ લાખ સ્થાનિક નિવાસીઓને રોકડ સહાયતા આપવાની ઘોષણા કરી છે. હોંગકોંગની અર્થવ્યવસ્થા પહેલાથી જ મંદીમાં સપડાઇ છે અને હવે કોરોના વાયરસના કારણે તેનું સંકટ વધ્યું છે. હોંગકોંગ સરકારે ગઇકાલે સ્થાનીક નાગરિકને ૧૦ હજાર હોંગકોંગ ડોલરની મદદ આપવાની ઘોષણા કરી હતી.

(1:14 pm IST)