Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

અમેરિકાના વિસ્કોન્સિનમાં બીયર બનાવનારી કંપનીમાં ફાયરિંગઃ ૭ લોકોના મોત

હુમલો કરનાર પણ આઘટનામાં માર્યો ગયો

ન્યુયોર્ક, તા.૨૭: અમેરિકાના વિસ્કોન્સિન પ્રાંતમાં બીયર બનાવનારી એક કંપનીમાં ગોળીબાર થયો છે. હાલ સુધીમાં આ ઘટનામાં ૭ લોકોના મોત થઈ ચૂકયા છે. મળતી જાણકારી અનુસાર મોલસન કૂર્સ કોમ્પલેકસમાં એક હથિયારબંધ વ્યકિતએ અંધાધૂંધ ફાયરિંગ કરવાનું શરૂ કર્યું. હુમલો કરનાર પર કાબૂ મેળવાય ત્યાં સુધી અનેક લોકો મોતને ભેટયા હતા.

વિસ્કોન્સિન મેયર ટોમ બેરેટે કહ્યું કે આ ખૂબ જ ભયાનક ઘટના હતી. અહીં અચાનક થયેલા ફાયરિંગમાં અનેક લોકોના મોત થયા છે. હુમલો કરનાર પણ આ ઘટનામાં માર્યો ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

મળતી માહિતી અનુસાર હુમલો કરનાર પણ આ જ કોમ્પલેકસમાં કામ કરતો હતો. આ બીયર બનાવનારા યૂનિટમાં લગભગ ૬૦૦ લોકો કામ કરતા હતા. મૌવાકીમાં જે જગ્યાએ ગોળીબારી થઈ તેને મિલર વેલી કહેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આ વેલીમાં ૧૬૦ વર્ષ જૂની બીયર બનાવનારી કંપનીઓ છે.

(11:29 am IST)